અમેરિકાના વિસ્કોન્સિન રાજયના ૧૭ વર્ષીય યુવક નિકિતા કસાપે ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાના પ્લાનિંગ માટે નાણા એકઠા કરવા માટે પોતાના માતા-પિતાને મારી નાખ્યાં હતા. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે તે અમેરિકન સરકારને ઉથલાવી પાડવાનું કાવતં ઘડી રહ્યો હતો. તેમની પાસેથી કેટલાક નિયો–નાઝી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનાથી તેમનું વાસ્તવિક આયોજન બહાર આવ્યું હતું.
નિકિતા સામે મુખ્ય આરોપ એ છે કે તેણે ૧૧ ફેબ્રુઆરીના રોજ તેના ઘરે તેની ૩૫ વર્ષીય માતા તાતીઆના કસાપ અને ૫૧ વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરની હત્યા કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે નિકિતાએ નાણાકીય સંસાધનો અને સ્વતંત્રતા મેળવવા માટે આ પગલું ભયુ છે. અમેરિકન કોર્ટના દસ્તાવેજો અનુસાર, નિકિતાના ગંભીર ગુના પાછળનું કારણ યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા અને સરકારને ઉથલાવી પાડવાની યોજના હોવાનું કહેવાય છે. જોકે, નિકિતા કસાપ પર નવ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં ફસ્ર્ટ–ડિગ્રી મર્ડરના બે ગુના, લાશ છુપાવવાના બે ગુના, ઓળખ છુપાવવા અને ૧૦,૦૦૦ ડોલરથી વધુ કિંમતની સંપત્તિની ચોરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, નિકિતા પર રાષ્ટ્ર્રપતિ વિદ્ધ કાવતં ઘડવા અને સામૂહિક વિનાશક શક્રોના ઉપયોગનો આરોપ છે. નિકિતાને સૌપ્રથમ કેન્સાસમાં વેકીની પોલીસ વિભાગ દ્રારા તેના સાવકા પિતાની એસયુવી ચોરી કરવા અને હથિયારો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોટર્સ અનુસાર, સોગંદનામામાં જણાવાયું છે કે નિકિતાના ફોનમાંથી નિયો–નાઝી જૂથ ધ ઓર્ડર ઓફ નાઈન એંગલ્સ સંબંધિત સામગ્રી મળી આવી હતી, જે નિયો–નાઝી જાતિવાદી ઉગ્રવાદીઓના વિચારો ધરાવે છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે તે હિંસક ક્રાંતિની યોજના બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech