બાળકના ગુના બદલ માતા–પિતા દોષિત જાહેર: અમેરિકાના ઇતિહાસની પ્રથમ ઘટના

  • February 08, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે યારે કોઈ માતા–પિતા સામે તેમના બાળક દ્રારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. યુરીનું માનવું છે કે માતા–પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર ૨૦૨૧માં તેના દીકરા એથન દ્રારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ હતી.

જેનિફર ક્રમ્બલી (૪૫) ૧૭ વર્ષીય એથન ક્રમ્બલીની માતા છે. એથને ૩૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ મિશિગનની ઓકસફોર્ડ હાઈસ્કૂલમાં સામૂહિક ગોળબારની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં ચાર વિધાર્થી મૃત્યુ પામ્યા હતા અને ૭ ઘવાયા હતા. આ ગુનાનો કેસ જેનિફર સામે ચાલી રહ્યો હતો. તે સમયે એથનની વય ફકત ૧૫ વર્ષ હતી.
જેનિફર સામે અનૈચ્છિક હત્યાના ચાર આરોપો લગાવાયા છે. તેમાં દરેકમાં મહત્તમ ૧૫ વર્ષની સજાની જોગવાઈ છે.
જેનિફર તમામ કેસમાં દોષીત ઠરી હતી. હવે તેને ૧૫ એપ્રિલે સજા સંભળાવાશે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે યારે કોઈ માતા–પિતાને તેમના બાળક દ્રારા કરાયેલા ગુના બદલ દોષિત ઠેરવાયા હતા. એથનના પિતા જેમ્સ (૪૭) પણ એક અલગ કેસમાં હત્યાના આરોપનો સામનો કરી રહ્યા છે. એથન હાલ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. ફરિયાદ પક્ષનો દાવો છે કે જો માતા–પિતાએ ધ્યાન આપ્યું હોત તો ગોળીબારની ઘટનાને રોકી શકાઈ હોત. માતા–પિતા સ્કૂલ તંત્રને વાકેફ કરાવી શકયા હોત કે તેમણે દીકરાને ભેટમાં બંદૂક આપી છે. જોકે જેનિફરના વકીલોનું તર્ક છે કે તેમના અસીલ સામે ખોટા આરોપો મૂકાઈ રહ્યા છે. તેમના દીકરાના કૃત્યો બદલ તેમને જવાબદાર ન ઠેરવી શકાય. આ કેસ બાળકોના માતા–પિતા માટે અત્યતં ઘાતક સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News