જો તમને પરોઠા અથવા ઘીમાં ડુબાડેલા અમૃતસરી કુલચા ભાવે છે, તો ગર્વ કરો કે પરોઠા અને અમૃતસરી કુલચાને ટેસ્ટ એટલાસ 2025ની યાદીમાં ગ્લોબલ સ્ટ્રીટ ફૂડ તરીકે સ્થાન મળ્યું છે. ટેસ્ટ એટલાસના ટોચના 100 સ્ટ્રીટ ફૂડની યાદીમાં, દક્ષિણ ભારતીય પરોઠાને 5મું સ્થાન મળ્યું છે અને અમૃતસરી કુલચાને 7મું સ્થાન મળ્યું છે.
ટેસ્ટએટલાસની યાદીમાં પ્રથમ સ્થાન અલ્જેરિયન વાનગી ગેરાન્ટીટાને આપવામાં આવ્યું છે, જે ચણાના લોટમાંથી બનેલી બેક કરેલી વાનગી છે. દક્ષિણ ભારતીય પરોઠાએ પાંચમું સ્થાન મેળવ્યું. પરોઠા તેના ફ્લેકી ટેક્સચર અને મસાલેદાર કરી સાથે પીરસવામાં આવતા અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે, ખાસ કરીને તમિલનાડુ અને કેરળના રસ્તાઓ પર. આ વાનગી તેના નરમ પડ અને મસાલેદાર કરીના કારણે ખૂબ જ પ્રિય બની ગઈ છે.
અમૃતસરી કુલચાને 7મું સ્થાન મળ્યું છે. અમૃતસરી કુલચા એક સ્ટફ્ડ બ્રેડ છે જે સામાન્ય રીતે બટાકા, ડુંગળી અને ચીઝથી ભરેલી હોય છે. તેને માખણમાં શેકવામાં આવે છે અને મસાલેદાર ચણા સાથે પીરસવામાં આવે છે. તે ઉત્તર ભારતની, ખાસ કરીને અમૃતસરની ઓળખ બની ગયું છે.
ભારતની 7 સ્ટ્રીટ ફૂડ વાનગીઓને મળ્યું સ્થાન
વાનગી ક્રમ
પરોઠા ૦૫
અમૃતસરી કુલચા ૦૭
છોલે ભટુરે ૪૦
પરાઠા ૫૯
ટીક્કી ૬૦
ઢોસા ૬૪
ચાટ ૭૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech