લોકડાઉન પરની ફિલ્મ ભીડના ટ્રેલર અંગે આવી નેગેટિવ પ્રતિક્રિયા

  • March 15, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અનુભવ સિંહાની ફિલ્મના પીઢ કલાકાર પંકજ કપૂરને માઠુ લાગ્યુ
  • શાહિદના પિતાએ કહ્યું- પહેલાં ફિલ્મ તો જુઓ પછી ટીકા કરજો



કોરોનાકાળમાં માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયાના હાલ બેહાલ થયા હતા. તેમાં પણ અવાર નવાર લાગવામાં આવેલા લોકડાઉનને કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું. અવે બોલીવૂડ ફિલ્મ સર્જક 
 અનુભવ સિન્હાએ આ વિષય પર ફિલ્મ બનાવી છે.  કલરના જમાનામાં અનુભવે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ભીડ બનાવી જે આજકાલઆ ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું, ત્યારથી ફિલ્મને લઈને બંને પ્રકારના અભિપ્રાય જોવા મળ્યા છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મની ટીકા કરતા પણ જોવા મળ્યા છે.

કેટલાક લોકોએ આ ફિલ્મને ભારત વિરોધી પણ ગણાવી હતી. હવે આ ટીકાઓ પર ફિલ્મના અભિનેતા પંકજ કપૂરનું નિવેદન આવ્યું છે. તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકોએ પહેલા ફિલ્મ જોવી જોઈએ અને પછી પોતાનો અભિપ્રાય શેર કરવો જોઈએ.
 
ટ્રેલર અંગે નકારાત્મક પ્રતિક્રિયા પર પંકજ કપૂરે કહ્યું...

  હજુ માત્ર એક ટિઝર રીલીઝ જ થતા જ લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. આપણે ખૂબ જ અધીરા છીએ અને દરેક બાબતમાં અભિપ્રાય આપતા રહીએ છીએ. ધીરજ રાખો અને પહેલા જુઓ, પછી કહો કે તે ઠીક છે કે નહી. ક્યારેય જોયા વગર સીધા જ તેમાં કુદકો ન મારવો જોઈએ. તમે અભિપ્રાય આપી શકો છો, પણ પહેલા ફિલ્મ જુઓ. તે વાહિયાત છે કે, એક નાનું ટીઝર... જોઇને જ તમે કહેવા લાગ્યા કે તે એક રાજકીય ફિલ્મ છે, વિશ્લેષણાત્મક ફિલ્મ છે. જે આપણા સમાજ વિશે વાત કરે છે. આપણે કેવી રીતે વિચારીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં આપણે કેવી પ્રતિક્રિયા કરીએ છીએ. જે આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે બહુ ઓછી ફિલ્મો એવી સકારાત્મક અર્થમાં બતાવવામાં આવતી હોય છે.

રાજકુમાર રાવ, ભૂમી પેડનેકર, દિયા મિર્ઝા, આશુતોષ રાણા, વિરેન્દ્ર સક્સેના, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા અને કરણ પંડિત જેવા કલાકારો ભીડમાં જોવા મળ્યા. પંકજ કપૂરે ફિલ્મમાં ચોકીદારની ભૂમિકા ભજવી છે, જે કોરોના વાયરસના કારણે લોકડાઉન લદાતા શહેર છોડવા મજબૂર છે. ફિલ્મમાં કોરોના લોકડાઉન દરમિયાન લાખો લોકોના શહેરોથી ગામડાઓ તરફ જવા, પોલીસ અત્યાચાર, જાતિ અને ધર્મના આધારે ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં ઘણી મહત્વની બાબતો જોવા મળી છે.

ટ્રેલરમાં એક મુસ્લિમ વ્યક્તિ પાસેથી ભોજન લેવાની ના પાડતા ભીડના દ્રશ્ય પર પંકજ કપૂરે કહ્યું, “જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ખબર પડશે કે, તેને અલગ રીતે બતાવવામાં આવી છે. અનુભવ સિન્હાએ તેનો ઉપયોગ એક દૃષ્ટિકોણ તરીકે કર્યો છે, જે અસ્તિત્વમાં છે. જેમાં એક અલગ દ્રષ્ટિકોણ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ખબર પડશે કે, માણસો આખરે માણસ છે, અને બધા સમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application