ખંભાળિયામાં આખલાઓએ લીધું ગામ માથે... મેઈન બજારમાં મચાવ્યું દંગલ

  • December 14, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ હવે સામાન્ય બની ગયા છે. શહેરમાં આખલાઓ વચ્ચેની લડાઈથી અવારનવાર વાહનોને નુકસાન થવા ઉપરાંત કેટલાક લોકો ઢીંકે ચડતા હોવાની બાબતે લોકોમાં રોષની લાગણી પ્રસરાવી છે.
ખંભાળિયાની મેઈન બજાર, સુપર માર્કેટમાં આજરોજ સવારે બે મજબૂત આખલાઓ જાણે જંગે ચડ્યા હોય તેમ લાંબો સમય સુધી બાખડ્યા હતા. જેના કારણે થોડો સમય લોકોમાં દોડધામ મચી જવા પામી છે. આશરે ૨૦ થી ૨૫ મિનિટ સુધી સતત યુદ્ધે ચડેલા આ આખલાઓને છૂટા પાડવા વેપારીઓ, રાહદારીઓએ ઠંડા પાણી તેમજ લાકડીનો સહારો લીધો હતો. પરંતુ જાણે જીદે ચડેલા આ નંદીઓએ થોડો સમય જાણે તોફાન મચાવી હોય તેવું ચિત્ર ખડું થયું હતું.
આખલાઓના ત્રાસથી નગરજનો હવે ગળે આવી ગયા છે. જેને નાથવા તંત્ર પણ વામણું પુરવાર થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application