રાજય સરકારના કર્મચારીઓ અને પંચાયત વિભાગના કર્મચારીઓને અપાતા પગારની વિસંગતતા લાંબા સમયથી ચર્ચા અને વિવાદનો વિષય રહેવા સાથે પંચાયત કર્મચારીઓ માટે નારાજગીનો વિષય પણ રહી છે. હવે આ મુદ્દે ન્યાય મેળવવા પચાંયત સેવા વર્ગ ૩ના કર્મચારી મડળ દ્રારા પણ વિસંગતતા દુર કરીને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા માંગણી કરવાની સાથે અન્યાય સામે આંદોલન છેડવાની તૈયારી પણ કરી છે.
આ મુદ્દે મુખ્યમંત્રી,નાણા મંત્રી, પંચાયત મંત્રી અને સંબંધિત વિભાગોના સચિવો સમક્ષ રજૂઆત કરવા સાથે બનતી ત્વરાએ નિર્ણય લેવામાં આવે તેવી માંગણી ગુજરાત રાય પંચાયત કર્મચારી મહાસઘં દ્રારા કરવામાં આવી છે. લેખિત રજુઆતમાં સમાન કામ સામે સમાન વેતન આપવાની વાતનો સ્પષ્ટ્ર ઉલ્લ ેખ કરી દેવાયો છે.
તેમાં પંચાયત કલાર્ક, ગ્રામ સેવક, તલાટી, ટેકનિશ્યન, ફાર્માસિસ્ટ, નાયબ ચીટનીશ સહિત કેડરના કર્મચારીઓને પાંચમા પગાર પંચથી એક સમાન લાયકાત હોવા છતાં એક સમાન પગાર નહીં ચૂકવાતો હોવાની વાતે નારાજગી વ્યકત કરાઇ છે. રાય સરકારના કર્મચારીઓની સરખામણીએ પગાર ઘટાડી દેવાતા સરકાર ભેદભાવ રાખ્યો હોવાનો સ્પષ્ટ્ર ઉલ્લ ેખ પણ કરાયો છે. રેવન્યુ કેડર અને સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ અને જુનીયર કલાર્કને પિયા ૧૯૦૦ ગ્રેડ પે આપીને બીજુ ઉચ્ચત્તર પગાર ધોરણ ૨૪૦૦ કે ૨૮૦૦ના બદલે પિયા ૪૪૦૦ કરવામાં આવ્યું છે. પરંતુ પંચાયત કર્મચારઓને ઉચ્ચત્તર પગાર ધોરણમાં પ્રથમ પિયા ૨૪૦૦, બીજુ ૨૮૦૦ અને ત્રીજુ ૪૨૦૦ આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેડરોને જ અપગ્રેડ કરવામાં નહીં આવવાથી ઉચ્ચ પગાર ધોરણના ફિકસેશન વખતે વિસંગતતા ઉભી થતી રહેતી હોવાના જાણવા છતાં સરકાર ન્યાય કરી રહી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech