મોરબી રોડ પર રહેતા પાનના ધંધાર્થીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતાં તેણે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસની તપાસમાં તેના એકાઉન્ટમાં બે વ્યકિતઓએ છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કર્યાનું માલુમ મળ્યું હતું. તપાસ દરમિયાન મોરબી રોડ પર રહેતા યુવાન સાથે થયેલા ૭૫,૦૦૦ ના સાઇબર ફ્રોડના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. યુવાન પાસેથી તેના જ મિત્રોએ ગુગલ પેનો પાસવર્ડ મેળવી લઇ આ રકમ પાનના ધંધાર્થીના એકાઉન્ટમાં તેની જાણ બહાર ટ્રાન્સફર કરી હતી. આ મામલે પોલીસે સગીર સહિત બંને આરોપીઓને સકંજામાં લઈ છેતરપિંડીની આ રકમ રિકવર કરવા કાર્યવાહી શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે મહાશકિત શેરી નંબર–૧ માં રહેતા પ્રદીપભાઈ પ્રવીણભાઈ બેલડીયા(ઉ.વ ૨૦) દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર અમૃત સોસાયટીમાં રહેતા તેના સગીર મિત્ર અને સરધારમાં રહેતા અન્ય મિત્રો જય રાદડિયાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કેટરર્સમાં રીક્ષા ચલાવે છે અને બરફના ગોલા નો પણ ધંધો કરે છે. ગત તારીખ ૩૮૨૦૨૪ ના રાત્રે તે પોતાના મોબાઈલમાં ગુગલ પે એપ્લિકેશનમાં એકાઉન્ટમાં રકમ ચેક કરતા ૭૯૬ પિયા જ હોય જેથી બીજે દિવસે બેંકમાં જઈ તપાસ કરતા માલુમ પડું હતું કે, તેના એકાઉન્ટમાંથી અલગ–અલગ તારીખે પિયા ૭૪,૦૦૦ ઉપડી ગયા છે. જેથી તેણે આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ માં ઓનલાઈન એપ્લિકેશન કરી હતી. દરમિયાન બીજી તરફ મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા અને અહીં જ પાનની કેબિન ધરાવનાર વિપુલ ભરવાડ નામનો યુવાન બી ડિવિઝન પોલીસ પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, તેનું એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું છે જેથી આ બાબતે પોલીસે તપાસ કરતા તેના એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું માલુમ પડું હતું. જેથી તેને આ બાબતે પૂછતા તેણે જય રાતડીયા અને સગીરે આ રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ બાબતે ફરિયાદીને પણ પૂછતા આ બંને ફરિયાદીના મિત્રો હોય અને તેણે તેની સાથે છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ્ર થયું હતું.
ફરિયાદી યુવાનના મિત્રએ સિફતપૂર્વક તેની પાસેથી ગુગલ પેના પાસવર્ડ જાણી લઈ કોઈ કામ સબબ તેની પાસેથી મોબાઇલ માંગી આ રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે જય રાતડીયા અને સગીર સહિત બંનેને સકંજામાં લઇ યુવાને ગુમાવેલી આ રકમ રિકવર કરવા કાર્યવાહી શ કરી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એમ.આઇ.શેખ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech