જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા અવેરનેસ અંગે પેમ્પલેટ વિતરણ

  • February 05, 2025 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં અકસ્માતોના બનાવો ઘટાડવા માટે ટ્રાફિક શાખા દ્વારા અવેરનેશના વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે, ગઇકાલે સાંજે પંચેશ્ર્વર ટાવર પાસે ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા, ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.



રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન ૨૦૨૫ અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ટ્રાફિક અવેરનેસ અંગેની સૂચના હેઠળ તેમજ જામનગર એએસપી અક્ષેશ એન્જિનિયરના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીઆઇ ગજજર તેમજ સ્ટાફ દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા ભાગરૂપે  લોકોમાં  વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ, સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુ થી શહેર વિસ્તારના જાહેર માર્ગો પર પોસ્ટર બેનર સાથે દસ થી વધુ ઓટોરિક્ષામાં લગાવેલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા તેમજ  ટ્રાફિક અવરેનેસના પેમ્પ્લેટનું વધુમાં વધુ વિતરણ કરી આવનાર દિવસોમાં સતત ફરી વધુમાં વધુ આ સંદેશ ફેલાવી લોકોમાં જાગૃતિ લાવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application