પેલેસ્ટાઇનના મુદ્દાનું સમાધાન જરી પરંતુ આતંકવાદ કોઈ કાળે સ્વીકાર્ય નથી’

  • November 03, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેલેસ્ટાઇનના મુદ્દાનું સમાધાન જરૂરી છે પરંતુ તેની સાથે સાથે આતંકવાદ કોઈ કાળે સ્વીકાર્ય નથી’, રોમ માં ચાલી રહેલા સંયુક્ત સત્રમાં વિદેશમંત્રી જયશંકરે સાફ વાત કરી હતી .નોંધનીય છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.તેમ છતાં કોઈ પણ દેશ આતંકવાદ સામે ઝૂકવાની બાબત માં સહમત નથી જ.


ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. વિદેશ મંત્રીએ રોમમાં સંયુક્ત સત્રમાં આ ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.


સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને કારણે મધ્ય પૂર્વની સાથે સમગ્ર વિશ્વ ચિંતિત છે. સંઘર્ષ સામાન્ય નથી. વિવિધ મુદ્દાઓને સંતુલિત કરવાની જરૂર છે. નવી દિલ્હી બે-રાજ્યના સમાધાનને ફરી દોહરાવે છે.
જયશંકરે વધુમાં કહ્યું કે આપણે વાતચીત મારફતે ઉકેલ શોધવો પડશે. આતંકવાદ દ્વારા ઉકેલ શોધી શકાતો નથી. અમે વાતચીતને સમર્થન આપીશું. માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. ભારત હંમેશા પેલેસ્ટાઈનની સાથે છે, અમે હંમેશા તેને સાર્વભૌમ અને સ્વતંત્ર થવાની હિમાયત કરી છે જે ઈઝરાયલ સાથે શાંતિથી રહે.

હમાસે કહ્યું કે આ ઇઝરાયલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેને અપવિત્ર કરી હતી. ઇઝરાયલની સેના સતત હુમલા કરી રહી છે અને હમાસના સ્થાનો પર અતિક્રમણ કરી રહી છે. ઈઝરાયલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application