ચત્કાર વિના નમસ્કાર નહીં કરે પાકિસ્તાન : બોર્ડર પર ડ્રોનથી હથિયાર મોકલી રહ્યું છે

  • October 28, 2020 02:04 AM 432 views

જમ્મુ-કાશ્મીરમા પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરશે. સુધરવાનું નામ જ નથી એવા પાકિસ્તાને સરહદ પાર સતત ડ્રોનની મદદથી હથિયારો જમ્મુ-કાશ્મીર મોકલી રહ્યું છે. તાજેતરમા આવી ઘટનામાં ખૂબ તેઝી જોવા મળી છે અને એક બનાવ પણ સામે આવ્યો છે.

 

મળતી વિગત અનુસાર ઘટના એવી છે કે પોલિસને અખનુનના એક ગામડામાં ગત રાત્રીએ અસોલ્ટ રાઇફલો અને પિસ્તોલ મળી હતી. આ હથિયારો પાકિસ્તાની ડ્રોન દ્વારા નાંખવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલિસે અખનુર ક્સેત્રના ગામમાંથી બે AKઅસોલ્ટ રાઈફલ, એક પિસ્તોલ અને ત્રણ AKમેગેઝીન તેમજ 90 રાઉન્ડ મળ્યા છે.

 

 ડ્રોનના માધ્યમથી હથિયાર નાખવાની આ ઘટનામાં આતંકી સંગઠનની ભૂમિકા નજર આવી રહી છે. આ આતંકીસંગઠન પુલવામાં હુમલા સહિત અનેક હુમાલોમાં સામેલ રહ્યા છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિને પ્રોત્સાહિત કરાવામાં ખૂબ સક્રિય હોવાનું જાણવા મળે છે.

 

આ કોઈ પહેલી ઘટના નથી કે પાકિસ્તાન અને તેના સંગઠને આવા હલકા કામોમાં પકડાયા હોય. બોર્ડર પર અનેક વાર ડ્રોન દ્વારા હથિયાર ફેંકવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application