પાકિસ્તાનને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ના યજમાન અધિકાર મળ્યા છે. પરંતુ તેના સમયપત્રક અને સ્થળ પર સસ્પેન્સ યથાવત છે કારણ કે ભારત સરકારે તેની ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી આપી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પહેલાથી જ આ નિર્ણય અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી )ને જાણ કરી ચૂકયું છે. હવે આઈસીસી આ ટૂર્નામેન્ટ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજવાનું આયોજન કરી રહી છે. આ માટે આઈસીસીએ એકિઝકયુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.
આ મીટિંગ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કર્યેા હતો. આવી સ્થિતિમાં આઈસીસીએ તેને અલ્ટીમેટમ આપ્યું છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ આ બેઠકમાં અંગત રીતે હાજરી આપી હતી કારણ કે તેઓ પાકિસ્તાનનો કેસ રજૂ કરવા ગુવારથી દુબઈમાં છે. બીસીસીઆઈના સચિવ જય શાહ, જેઓ ૧ ડિસેમ્બરે આઈસીસીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે, તેમણે ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી.
આ બેઠક દરમિયાન આઈસીસીએ પીસીબીને સ્પષ્ટ્ર કહ્યું કે તે કાં તો હાઈબ્રિડ મોડલ અપનાવે અથવા તો આ સ્પર્ધામાંથી ખસી જવા માટે તૈયાર રહે. આ મીટિંગનો હેતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડૂલ નક્કી કરવાનો હતો, પરંતુ ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યેા હોવા છતાં, પીસીબીએ ફરી એકવાર હાઈબ્રિડ મોડલને નકારી કાઢુ,ં જેના પછી સર્વસંમતિ થઈ શકી નહીં.
તે સમજી શકાય છે કે આઈસીસી બોર્ડના મોટાભાગના સભ્યો પાકિસ્તાનની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ પીસીબીના વડા મોહસિન નકવીને હજુ પણ હાઇબ્રિડ મોડલને એકમાત્ર ઉકેલ તરીકે સ્વીકારવાની સલાહ આપવામાં આવી હતી. આઈસીસીના અલ્ટીમેટમથી પીસીબીને આંચકો લાગ્યો છે. પીસીબીએ હવે તેની સરકાર સાથે આંતરિક રીતે ચર્ચા કરવા માટે એક દિવસનો સમય માંગ્યો છે. જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ સ્વીકારશે તો ભારત સામેની મેચો, સેમીફાઈનલ અને ફાઈનલ યુએઈમાં યોજાશે. યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે.
હવે હાઈબ્રિડ મોડલને એકમાત્ર ઉપાય તરીકે જોવામાં આવી રહ્યું છે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો પીસીબીને ૬૦ લાખ ડોલર (. ૫૦.૭૩ કરોડ)ની હોસ્ટિંગ ફી ગુમાવવી પડશે. આનાથી પીસીબીની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે જે લગભગ ૩૫૦ લાખ ડોલર (આશરે . ૨૯૬ કરોડ) છે. જો હાઈબ્રિડ મોડલ અપનાવવામાં નહીં આવે, તો આઈસીસીને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે સત્તાવાર બ્રોડકાસ્ટ સ્ટાર આઈસીસી સાથે તેના અબજ–ડોલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.
દરમિયાન, દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બીસીસીઆઈના વલણને પુનરોચ્ચાર કર્યેા કે ભારતીય ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે નહીં. યારે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના ભાગ લેવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, બીસીસીઆઈ એ એક નિવેદન બહાર પાડું છે. તેણે કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતા છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી શકયતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech