પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટિકિટની લઘુત્તમ કિંમત બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના આંતરિક દસ્તાવેજમાં આ વાત જણાવવામાં આવી છે. દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જો ભારતીય ટીમ સેમિફાઇનલ અને ફાઇનલ રમે છે, તો તે પણ દુબઈમાં યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટિકિટની કિંમત જાહેર કરાઈ
દસ્તાવેજ મુજબ, પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટની લઘુત્તમ કિંમત 1,000 પાકિસ્તાની રૂપિયા રાખી છે. રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિફાઈનલની ટિકિટની કિંમત 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) હશે.
પીસીબીએ બધી મેચો માટે VVIP ટિકિટની કિંમત 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે, પરંતુ સેમિફાઈનલ માટે તે 25000 (7764 ભારતીય રૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેની ટિકિટની કિંમત 3500 પાકિસ્તાની રૂપિયા હશે (૧૦૮૬ ભારતીય રૂપિયા), લાહોરમાં તેની કિંમત ૫૦૦૦ (૧૫૫૦ ભારતીય રૂપિયા) હશે અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ મેચની ટિકિટ ૭૦૦૦ (૨૧૭૦ ભારતીય રૂપિયા) છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. પહેલી મેચ ૧૯ ફેબ્રુઆરીએ રમાશે. અત્યારસુધીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં ભાગ લે છે, જ્યારે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાવાની છે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન જવાનો ઇનકાર કરવાના નિર્ણય બાદ, ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાઇબ્રિડ મોડેલ પર ટૂર્નામેન્ટ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચે અથવા ફાઇનલ માટે ક્વોલિફાય થાય, તો પણ તે દુબઈમાં મેચ રમશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતનો સમયપત્રક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMજામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી વેગમાં: ટ્રી કટીંગ શરૂ...
May 15, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech