પાકિસ્તાન દુર્ઘટનાની જૂની તસવીરો શેર કરીને પોતાની હાર છુપાવવા માટે ફેલાવી રહ્યું છે ખોટા સમાચાર

  • May 09, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલગામ આતંકવાદી હુમલા પછી જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો છે ત્યારથી પડોશી દેશ પ્રચારના મોરચે અત્યંત સક્રિય થઈ ગયો છે. જે રીતે પાકિસ્તાને છેલ્લા બે દિવસમાં પોતાની હાર છુપાવવા માટે નકલી સમાચારો દ્વારા એક વાર્તા બનાવવાનો પ્રયાસ કર્યો, હવે તેનો સામનો કરવા અને તેને કાબુમાં લેવા માટે ભારતે પણ સાચું ચિત્ર બતાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સે હવાઈ દુર્ઘટનાઓની જૂની તસવીરો શેર કરી, જેની ભારત દ્વારા તથ્યોની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત આવી ઘણી ખોટી અને ભ્રામક માહિતીનો સામનો કરવામાં આવ્યો. વિદેશ સચિવે એમ પણ કહ્યું કે પાકિસ્તાન તેના દેશમાંથી ઘણી બધી ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત ચિંતિત છે કે આમાંના ઘણાનો હેતુ ઇરાદાપૂર્વક એવી માહિતી ફેલાવવાનો છે જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.


એવું માનવામાં આવે છે કે જ્યારથી ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને મોટું નુકસાન થયું છે, ત્યારથી પાકિસ્તાન સરકારે પોતાની હાર છુપાવવા માટે પ્રચારનો આશરો લીધો છે. જોકે, આ પ્રયાસમાં પાકિસ્તાનને ઘણી વખત શરમ અનુભવવી પડી હતી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા. જ્યારે આ અંગે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેને પોસ્ટ સોશિયલ મીડિયા પર એવો એક વિડીયો જોયો હતો. આનાથી તે હાસ્યને પાત્ર બન્યા હતા.


આ પ્રયાસ વચ્ચે ગઈકાલે સરકારી એજન્સીએ ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા ઘણા દાવાઓને ફગાવી દીધા. તેમણે પોતાના લોકોને વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાન સમર્થિત હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવેલી જૂની તસવીરોથી સાવધ રહેવાની પણ અપીલ કરી. આ જ ક્રમમાં, છેલ્લા કેટલાક દિવસોમાં ભારતે એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે જે નકલી સમાચાર ફેલાવી રહ્યા છે અને દેશમાં તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા 200 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓળખી કાઢવામાં આવ્યા હતા અને બંધ કરવામાં આવ્યા હતા. એવી પણ માહિતી છે કે પાકિસ્તાને આવા ઘણા નકલી એકાઉન્ટ બનાવ્યા છે, જે ભારતમાં સાંપ્રદાયિક અને રાજકીય મતભેદો ફેલાવવાનું કાવતરું ઘડી શકે છે. ભારતે અગાઉ પણ કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનો ઈરાદો ભારતમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો હતો.


તે જ સમયે, ભારત પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર સંબંધિત વિદેશી દેશોના એક વર્ગમાં ખોટા અને ભ્રામક અહેવાલો અંગે પણ ચિંતિત છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને તેમને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેનો સામનો કરવા માટે કાનૂની ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application