BREAKING NEWS

ભારત સાથેનું યુદ્ધ રોકવામાં ચીને મધ્યસ્થી કરી હોવાનો પાકનો દાવો

  • January 03, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
\ઓપરેશન સિંદૂરને લગભગ સાત મહિના વીતી ગયા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ તેના જુઠ્ઠાણા ફેલાવવામાંથી બહાર આવતું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે, પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં મધ્યસ્થી કરવાની કબૂલાત કરી. હવે, પાકિસ્તાની સરકાર દાવો કરે છે કે ચીને પણ ઓપરેશન સિંદૂરમાં મધ્યસ્થી કરી હતી.આમ કરીને પાક ડ્રેગનને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોવાનું ફલિત થયા વિના રહેતું નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીની નેતૃત્વ પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતું. તેમણે ભારતનો પણ સંપર્ક કર્યો હતો.તાહિર અંદ્રાબીના જણાવ્યા મુજબ, "મારું માનવું છે કે તેમના સતત સંપર્કથી સકારાત્મક રાજદ્વારી ગતિ મળી, જેનાથી તણાવ ઓછો થયો અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી. મને વિશ્વાસ છે કે મધ્યસ્થી પ્રત્યે ચીનનો અભિગમ સાચો છે.

પાકિસ્તાને અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી સ્વીકારી હતી. હવે, સાત મહિના પછી, પાકિસ્તાની સરકાર જાગી ગઈ છે અને ચીનની મધ્યસ્થીનો પણ દાવો કર્યો છે.



દાવાઓ સ્વીકારવા ભારતનો ઇનકાર

બીજી તરફ ભારત પહેલથી જ એ બાબતનો સતત ઈનકાર કરી રહ્યું છે કે યુદ્ધમાં ત્રીજા કોઈ દેશે મધ્યસ્થી કરી હતી.ભારત સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના પોલીસ મહાનિર્દેશક એ ભારતને ફોન કરીને ઓપરેશન સિંદૂર રોકવાની વિનંતી કરી હતી, જેના પગલે તણાવ ઓછો થયો હતો. કોઈ ત્રીજા દેશે દખલ કરી ન હતી. ભારતે વોશિંગ્ટન અને બેઇજિંગના મધ્યસ્થી બંનેના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application