ગઈકાલે લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ બ્લાસ્ટમાં પેજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેજર કે જેના વિશે ઘણા લોકો લગભગ ભૂલી ગયા હતા. આ બ્લાસ્ટને શોધવા માટે તપાસ એજન્સીઓ એકત્ર થઈ ગઈ છે.
હવે પ્રશ્ન એ આવે છે કે શું હજુ પણ વિશ્વમાં પેજરનો ઉપયોગ થઈ રહ્યો છે? તો ચાલો જાણીએ કે, કયા દેશોમાં પેજરનો ઉપયોગ કરવામાં આવે છે.
પેજર શું છે?
પેજર એ એક નાનું વાયરલેસ સંચાર ઉપકરણ છે, જેનો ઉપયોગ ખાસ કરીને સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. તેને બીપર પણ કહેવામાં આવે છે. 1980 અને 1990 ના દાયકામાં પેજરનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો, જ્યારે મોબાઇલ ફોન મર્યાદિત હતો.
આ દેશોમાં હજુ પણ થઈ રહ્યો છે પેજરનો ઉપયોગ
અમેરિકાઃ અમેરિકાના હોસ્પિટલ અને હેલ્થકેર સેક્ટરમાં પેજરનો ઉપયોગ થાય છે. આ સંખ્યા ઘણી ઓછી છે.
જાપાન: જાપાનના કેટલાક ભાગોમાં હજુ પણ પેજરનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે થાય છે. તેનો ઉપયોગ આરોગ્ય સેવાઓ અને આવશ્યક સેવાઓમાં થઈ રહ્યો છે.
બ્રિટન: યુનાઇટેડ કિંગડમની નેશનલ હેલ્થ સર્વિસ એક એવી સિસ્ટમ છે જ્યાં પેજરનો ઉપયોગ હજુ પણ મોટા પાયે થાય છે. મળતી માહિતી મુજબ અહીં હજુ પણ હજારો ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે.
કેનેડાઃ અમેરિકાની જેમ અહીં પણ અમુક સેક્ટરમાં પસંદગીના લોકો પેજરનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં પણ તેનો ઉપયોગ આરોગ્ય સેવા, કટોકટી સેવા અને દૂરના વિસ્તારોમાં થાય છે.
સ્વિટ્ઝર્લૅન્ડ: અહીં પણ તેનો ઉપયોગ પસંદગીના ક્ષેત્રોમાં થાય છે, જેમાં હોસ્પિટલો, કેટલાક ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે.
શા માટે હજુ પણ પેજર વપરાય છે?
હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઇન્ટરનેટ કવરેજ ખૂબ જ નબળું છે. ઘણી વખત ત્યાં કોલ, મેસેજ અને ઈન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં પેજર મોટી ભૂમિકા ભજવે છે. તે ઓછા નેટવર્ક વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે.
વપરાશકર્તાઓ પેજરની બેટરીને એક જ વાર ચાર્જ કરીને આખા અઠવાડિયા સુધી ચલાવી શકે છે. તે મોબાઈલ કરતા વધુ ઝડપથી મેસેજ મોકલે છે.
પેજર મુખ્યત્વે બે પ્રકારના હોય છે?
વન-વે પેજર: આ પેજરમાં વપરાશકર્તાઓ ફક્ત સંદેશા પ્રાપ્ત કરી શકતા હતા, પરંતુ જવાબ આપી શકતા ન હતા.
દ્વિ-માર્ગી પેજર: આ પેજરમાં વપરાશકર્તાઓ સંદેશા પ્રાપ્ત કરવાની સાથે જવાબો મોકલી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech