ચૈત્રી નોરતાના પાંચમના દિવસે જોગવડ ગ્રુપ દ્વારા સતત ૨૫ વર્ષથી અવિરત માટેલ પગપાળા જવા રવાના થાઈ છે જેમાં ગઇકાલે જોગવડ ગ્રુપ દ્વારા દેવુભાના ચોક ખાતેથી માટેલ જતા પદયાત્રીઓના સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા તેમજ ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી તેમજ જ્ઞાતિજનો દ્વારા પગપાળાના સંઘને રવાના કરવામાં આવ્યો હતો.
આ સંઘ ગઇકાલે બપોરે ૪ વાગ્યે દેવુભાના ચોકમાંથી વાજતે ગાજતે રવાના થયો હતો, આ સંઘની સેવા કરવામાં આવે છે, સેવાના લાભો જેવા કે માટેલ જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઠંડા પીણા તેમજ છાશ, લીંબુ, શરબત જેવા પીણાં, ફળ-ફ્રૂટ તથા ભોજન તેમજ રહેવાની, આરામની તેમજ સવારે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, સંઘ ત્રણ દિવસે માટેલ પહોંચે છે અને આઠમના દિવસે માટેલ ખોડિયાર માતાજીના મંદિરે ઘ્વજારોણ કરીને ધન્યતા અનુભવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application