PUBG: New State: એન્ડ્રોઇડ અને IOS માટે લોન્ચ થઈ ગેમ, પ્રિ રજીસ્ટ્રેશન શરૂ

  • February 26, 2021 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PUBG: New State ગેમ હવે આધિકારિક રીતે લોન્ચ થઈ ગઈ છે. ગુગલ પ્લે સ્ટોર પર તેનું પ્રિ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પબજી ન્યુ સ્ટેટ, પબજી સ્ટુડિયો દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને યૂટ્યૂબ પર તેનું એક ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. પબજી ન્યુ સ્ટેટ નામથી એક વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે. 

 

 

ગેમના ટ્રેલરમાં ગેમ પ્લે, ગ્રાફિક્સ અને નવી મેકેનિકને જોઈ શકાય છે. આ ગેમમાં 2051માં આવનારી આધુનિક ગાડીઓ, હથિયારો, નવા મેપની એક ઝલક જોવા મળશે. આ ગેમને Krafton એ પબ્લિશ કરી છે જે દક્ષિણ કોરિયાની વિડીયો ગેમિંગ કંપની છે. પબજી ન્યુ સ્ટેટ ગેમનું ગુગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર પ્રિ રજિસ્ટ્રેશન કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ રજિસ્ટ્રેશન ભારતમાં થઇ રહ્યું છે. તેવામાં કહી શકાય કે પબજી ભારતમાં વાપસી થઇ રહી છે.

 

જો કે પબજી સ્ટુડિયોએ ગેમની લોન્ચિંગ તારીખને લઈને કોઈ જાહેરાત કરી નથી. પરંતુ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પબજી મોબાઈલ ગેમ 117 એપ સાથે ગયા સપ્ટેમ્બરમાં ભારત સરકારે પ્રતિબંધિત કરી દીધી હતી. 

 

અગાઉ સમાચાર આવ્યા હતા કે PUBG Mobile 2 આગામી સપ્તાહમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. PUBG Mobile 2ને લઈને એવી વાત સામે આવી છે કે આ ગેમને દક્ષિણ કોરિયાની કંપની Kraftonને તૈયાર કરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS