BREAKING NEWS

મારવાડી યુનિવર્સિટી ખાતે રિજનલ વાઈબ્રન્ટનું ૧૧મીએ પીએમના હસ્તે ઉદ્ઘાટન

  • December 30, 2025 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં વ્યાપાર ઉદ્યોગ જગતની આવી સરકાર આયોજિત ઇવેન્ટ યોજવા જઇ રહી છે. વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં તા.૧૧મીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સનું ઉદ્ધાટન તા.૧૧મીએ સાંજે ૪:૫૦ કલાકે પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે અને તે પૂર્વે રોડ શો યોજાશે તેવું શેડ્યૂલ જાહેર થયું છે.

ઉપરોક્ત કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ જેમકે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પંકજ પટે, સુધીર મેહતા, પરાક્રમસિંહ જાડેજા, ચંદુભાઈ વીરાણી ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિતિ રહેશે તેમ જાણવા મળે છે.

તા.૧૧ જાન્યુઆરીનું સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટનું શિડયુલ જોઇએ તો સવારે ૧૧ થી બપોરે ૧.૩૦ કલાક સુધીના વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાશે જેમાં ગ્રીન ડેટા સેન્ટર, પાવરિંગ સસ્ટેનેબલ ડિજિટલ ગ્રોથ, સિરામિક એજ ઈન્ડિયા, ક્વોલિટી અને ગ્લોબલ કોમ્પિટિશન, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજિયન માટે આર્થિક ગ્રોથ માસ્ટર પ્લાન, ટેકસટાઇલ ઉદ્યોગમાં ઊભરતી તકો, ગુજરાત @ ૨૦૪૭: બ્લુ ઈકોનોમીની અમૂલ્ય તકો તેમજ ગુણવતા ચક્રો ભારત દેશ માટે વિશ્વકક્ષાની શ્રેષ્ઠ ક્વોલિટી પ્રોડફટ બનાવવા સહિતના સેમિનારો યોજાશે.ઉપરોક્ત ઉપરાંત જાપાન દેશનો સેમિનાર યોજાશે જેમાં શિપ બિલ્ડિંગના વિકાસ માટે પોલિસી સેમિનાર, મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત : મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ, એક્સપોર્ટ્સ પર વિશેષ સેમિનાર,જેમ્સ એન્ડ જવેલરી, સૌરાષ્ટ્ર કચ્છનું આધ્યાત્મિક અને કોસ્ટલ ટુરિઝમ વિષયક સેમિનારો થશે. જ્યારે બપોરે ૪.૫૦ થી ૬ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે સાંજે ૫ થી ૬.૩૦ કલાક ગ્રીન ઉદ્યોગ માટે બાયો માસ, સીઇઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, કાર્બન્ડ ટુ ક્રોપ્સ,ગ્રીન સ્ટાર્ટ અપ, ભારતનું એનર્જી ગેટવે બનતું ગુજરાત - તેલ એન ગેસમાં અગ્રેસર સહિતની બાબતોની ચર્ચાશે.

જ્યારે તા.૧૨ જાન્યુઆરીના રોજ સવારના સેશનમાં દરમિયાન મિશન ૧૦૦ ગીગા વોટ : પંચામૃત માટે રાજ્યની પ્રતિબધ્ધતા, સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી એગ્રી વેલ્યુ : ઓઈલ સિડ માર્કેટની ઉત્તમ તકો, ગુજરાતમાં ફિશરીઝ માર્કેટની વિકસાવવા માટે ઉત્તમ તકો,

બ્લુ બાયો ઈકોનોમી,ડિફેન્સમાં આત્મનિર્ભરતા,સૌરાષ્ટ્રના પોર્ટ ઉદ્યોગ ઉપર સેમિનાર : વિઝન અને રોડમેપ, ઓટો એન્જિનિયરિંગ સેમિનાર : સ્થાનિક ઉત્પાદન, ગ્લોબલ સ્ટાન્ડર્ડ, ઉદ્યોગ માટે ભારતીય સ્ટાન્ડર્ડ, ગિફ્ટ સિટી માટે શ્રેષ્ઠ બિઝનેસ તકો ગુજરાતના માઈનિંગ ઉદ્યોગ માટે ફ્યુચર, રિજિયોનલ એમએસએમઈ કોન્કલેવ,

મીઠા ઉધ્યોગ પર સેમિનાર, સ્ટાર્ટ અપ સેમિનાર, સ્વદેશી સેમિનાર: આયાતમાં ઘટાડો, મેઇડ ઇન ઈન્ડિયાને મજબૂત કરો, દરિયાઈ વિસ્તારોના ઉદ્યોગ માટે માસ્ટર પ્લાન, સોલર સેમિનાર યોજાશે. જ્યારે બપોરે ૨.૩૦ કલાકથી ૪ કલાક સુધી રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી, ગ્રીન હાઈડ્રોજન : ચેનલ્જ, તકો અને ફયૂચર, પેટ્રો કેમિકલ પર ક્વિઝ, એક કોરિડોર - અનેક કનેક્શન : ક્લાઈમેટ એનર્જી સિસ્ટમ, વિંડ એનર્જી,

ન્યુક્લિયર એનર્જી માટે વિશેષ તકો, એ આઈ અને ડિજિટલ માર્કેટિંગ ઉપર સેમિનાર, અલંગ ૨.૦: વિશ્વના સૌથી મોટાથી લઈને સૌથી ટકાઉ શિપ રિસાયક્લિંગ હબ સુધી, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સેમિનાર, ગુજરાત હેરિટેજ ગુજરાત મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતમાં લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિંગ હેરિટેજ માટે ગ્લોબલ તકો, જ્યારે સાંજે ૫.૩૦ કલાક થી ૬.૩૦ કલાક સમાપન સમારોહ યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application