પોરબંદર પી.જી.વી.સી.એલ. વિભાગની વર્તુળ કચેરી હેઠળ સૂર્ય ઘર યોજના અંતર્ગત ૫૧૧૪ જેટલી અરજી આવી હતી તે પૈકી ૩૧૫૫ લાભાર્થીઓને લાભ અપાયો હતો. પોરબંદર પી.જી.વી.સી.એલ વિભાગની વર્તુળ કચેરી હેઠળ પી.એમ. સૂર્ય ઘર યોજના અંતર્ગત ૫૧૧૪ જેટલી અરજી આવી હતી. ગત ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી અમલમાં મુકાયેલ પી એમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ૫૧૧૪ અરજી માંથી ૩૧૫૫ લાભાર્થીઓને લાભ અપાયો છે.
વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટ્રિવતં નેતૃત્વમાં ભારતભરમાં શરુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાયો કરતાં વધુ પ્રો–એકટીવ રીતે કાર્ય કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની પી. એમ.સૂર્ય ઘર યોજનાનો લાભ પોરબંદર વર્તુળ કચેરીના અનેક લાભાર્થીઓએ લીધો છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રજાને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે યોતિ ગ્રામ યોજનાનો શુભારભં કરાવ્યો હતો. ગુજરાતમાં વીજળીના યોગ્ય વ્યવસ્થાપનના પરિણામે રાયની વીજ કંપનીની કામગીરી સરાહનિય રહી છે. પી. એમ. સૂર્ય ઘર યોજનાનો લાભ અનેક લોકોને મળ્યો છે. આ યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારમાં ઘરની છત ઉપર એક થી બે કિલોવોટ સુધી પ્રતિ કિલોવોટ પર રૂા. ૩૦,૦૦૦ની સબસીડી તેમજ બે કિલોવોટ સુધી ૬૦,૦૦૦ અને ત્રણ કિલોવોટ અથવા તેના કરતાં વધુ ક્ષમતા સુધી પ્રતિ કિલોવોટ રૂા. ૧૮,૦૦૦ એમ કુલ ત્રણ કિલોવોટ સુધી રૂા. ૭૮,૦૦૦ની સબસિડી દ્રારા લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.
પીએમ સૂર્ય ઘર યોજનાનું પૂરુ નામ પ્રધાનમંત્રી 'સૂર્ય ઘર – મુત વીજળી યોજના' છે. આ યોજના અંતર્ગત પોરબંદર વર્તુળ કચેરી હેઠળ કુલ ૫૧૧૪ જેટલી અરજીઓ આવી હતી. પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા પોરબંદર જિલ્લામાં ૨૬૭૩, જુનાગઢ જિલ્લામાં ૨૩૮૪, ગીર સોમનાથ જિલ્લામાં ૫૪ તથા દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ૩ અરજીઓ સહિત પોરબંદર વર્તુળ કચેરીની ટોટલ ૫૧૧૪ જેટલી અરજીઓ આવી હતી. આ યોજના અમલી કરાયા બાદ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ અત્યાર સુધીમાં આવેલ અરજીઓ પૈકી ૩૧૫૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ પોતાના મોબાઈલ નંબર પરથી નેશનલ પોર્ટલની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને અરજી કરવાની હોય છે. ત્યારબાદ કનેકિટવિટી ચાર્જ ભરપાઈ કર્યા પછી ગ્રાહક દ્રારા માન્ય સોલાર એજન્સી ની પસંદગી કરી સોલાર સિસ્ટમ ફીટ કરવાની હોય છે, અને પી.જી.વી.સી.એલ કંપની દ્રારા મીટર લગાડવામાં આવે છે. તેમજ એજન્સી દ્રારા સબસીડી કલેમ કરવામાં આવેલ છે.પોરબંદર વર્તુળ કચેરી હેઠળ ચાર જિલ્લાને આવરી લઈ પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ૩૧૫૫ લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech