23 ઓક્ટોબરથી પીએમ મોદીનું ‘મિશન બિહાર’ શરુ કરશે : ૧૨ દિવસમાં ૧૨ રેલી યોજશે

  • October 28, 2020 02:04 AM 961 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓક્ટોબરથી મિશન બિહારનું રણશિંગુ ફૂંકશે. તે બિહાર વિધાનસભા ચૂંટણી પ્રસાર પ્રચાર દરમિયાન ૧૨ રેલીને સંબોધિત કરશે અને મુખ્ય વાત એ છે કે દરેક મંચ પર જેડીયુનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશ કુમાર ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર રોજની ત્રણ રેલી સંબોધશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં યોજાશે. ત્યાર બાદ ક્રમશઃ દરભંગા, મુઝફ્ફરપુર, પટના, છાપરા, મોતિહારી, સમસ્તીપુર અને છેલ્લી રેલી સહરસા, અરરિયા, બેતિયામાં યોજાશે એમ જાણવા મળેલ છે.    

 

ઉલ્લેખનીય છે કે બિહારમાં એનડીએ દ્વારા પોતાના પ્રચાર પ્રસાર ખૂબ તેજીથી કરવામાં આવી રહ્યું છે. નીતીશકુમાર સતત સભા સંબોધી રહ્યા છે. પહેલા એ માત્ર વર્ચ્યુઅલ રેલી યોજાતા હતા જ્યારે હવે તેઓ સ્થળ પર જઈને સભાને સંબોધી રહ્યા છે. જ્યારે તેની સામે હાલમાં ભાજપના પાર્ટી પ્રમુખ જેપી નડા સતત બિહારમાં પ્રચાર કરી રહ્યા છે. જ્યારે હવે નરેન્દ્ર મોદી ખૂદ મેદાનમાં ઉતારશે અને નીતીશકુમાર દરેક રેલીમાં વડાપ્રધાનનો સાથ આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application