BREAKING NEWS

સદીઓના ઘા હવે રુઝાયા, આજે ભારત સહિત આખું વિશ્વ રામમય બની ગયું: પીએમ મોદી

  • November 25, 2025 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવી હતી. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સિયાવર રામચંદ્ર કી જય...'ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, કે 'આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.


પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, હું આજે તમામ ભક્તો, દાનવીર, શ્રમવીર, યોજનાકાર અને વાસ્તુકારને પ્રણામ અને અભિનંદન કરું છું. અયોધ્યાએ સંસારને બતાવ્યું કે એક વ્યક્તિ કેવી રીતે સમાજની શક્તિ અને સંસ્કારથી પુરુષોત્તમ બને છે. શ્રીરામ અયોધ્યાથી વનવાસ માટે ગયા ત્યારે તેઓ યુવરાજ હતા પરંતુ પરત આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા.


પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌકોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. 


પીએમ મોદીએ કહ્યું કે આજે એક યજ્ઞનો અંતિમ અર્પણ છે જેની આગ પાંચસો વર્ષથી સળગી રહી છે. આજે, ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઉર્જા સ્થાપિત થઈ છે. આ ધર્મધ્વજ ઇતિહાસના સુંદર જાગૃતિનો રંગ છે. તેનો ભગવો રંગ, સૂર્યવંશનો વારસો, રામરાજ્યનો મહિમા ધરાવે છે. આ ધ્વજ એક સંકલ્પ છે, તે સિદ્ધિ માટે સંકલ્પની ભાષા છે, તે સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિ છે. આ ધર્મધ્વજ ઘોષણા કરશે ભગવાન શ્રી રામના આદર્શો, તે સત્યમેવ જયતેની ઘોષણા કરશે.રહેશે.'


શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'આજે, અયોધ્યા શહેર ભારતના સાંસ્કૃતિક જાગૃતિના બીજા એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે આખું ભારત, આખું વિશ્વ રામમય બની ગયું છે.  આજે રામ ભક્તોના હૃદયમાં અનંત આનંદ છે. સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓ જૂના સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. 


આ ધ્વજા સંઘર્ષથી સર્જનની ગાથા છે: પીએમ મોદી 

ધર્મ ધ્વજા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ગર્ભગૃહની અનંત ઉર્જા આ ધર્મ ધ્વજાના રૂપે પ્રતિષ્ઠાપિત થઈ છે. આ ધર્મ ધ્વજા કેવળ એક ધ્વજા નહીં પણ ભારતીય સભ્યતાના પુનઃજાગરણની ધજા છે. આ ધ્વજા સંઘર્ષથી સર્જનની ગાથા છે. આ ધ્વજા સદીઓ જૂના સપનાઓનું સાકાર સ્વરૂપ છે. આગામી સહસ્ત્ર સદીઓ સુધી પ્રભુ રામના આદર્શોનું ઉદ્ઘોષ કરશે. 


ભક્તોએ આ દિવસ માટે જીવનનું  બલિદાન આપ્યું: મોહન ભાગવત

શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ આરઅરએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, 'ઘણાં રામ ભક્તોએ આ દિવસ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. મંદિર બનાવવામાં પણ સમય લાગે છે. આ ધર્મ ધ્વજ છે. તે કેસરી રંગનો છે. આ ધર્મ ધ્વજ પર કોવિદાર વૃક્ષ છે, જે રઘુકુળનું પ્રતીક છે. કોવિદાર વૃક્ષ બે પવિત્ર વૃક્ષોના ગુણોનું મિશ્રણ છે. આપણે ધર્મ ધ્વજને શિખર સુધી પહોંચાવડો જોઈએ. આજે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ જે શાંતિ અને સમૃદ્ધિ આપે.


આ મંદિર 140 કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ધાર્મિક ધ્વજ ફરકાવવાને નવા યુગની શરૂઆત ગણાવી અને કહ્યું કે 'આ ભવ્ય મંદિર 140 કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. રામ મંદિરમાં ફરકતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના દ્રષ્ટિકોણનું પણ પ્રતીક છે. ભગવાન રામનું પવિત્ર શહેર એક નવા યુગમાં પ્રવેશ્યું છે. અયોધ્યા ધામમાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application