આ પ્રધાનમંત્રીની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત હશે. આ સાથે પીએમ મોદી શ્રીલંકાની પણ મુલાકાત લેશે. પીએમ મોદીની બંને દેશોની મુલાકાત બિમસ્ટેકના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શ્રીલંકા અને થાઇલેન્ડ બિમસ્ટેકનો ભાગ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે તેઓ આગામી ત્રણ દિવસમાં થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે આ દેશોની સાથે તેઓ બિમસ્ટેક દેશો સાથે ભારતના સહયોગને વધારવા માટે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
તેમણે કહ્યું કે બેંગકોકમાં હું પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રાને મળીશ અને ભારત-થાઇલેન્ડ મૈત્રીપૂર્ણ સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરીશ. તેમણે કહ્યું કે હું બિમસ્ટેક સમિટમાં હાજરી આપીશ અને થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નને પણ મળીશ.
પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા છે. હકીકતમાં, એક તરફ ભારતનું ઝડપથી વિકસતું બજાર થાઈ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તો બીજી તરફ ભારતીય કંપનીઓ દ્વારા થાઈલેન્ડમાં રોકાણ પણ વધી રહ્યું છે.
બિમસ્ટેક એટલે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. જે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન છે. આ આંતરરાષ્ટ્રીય સંગઠન દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને જોડે છે. આ સંગઠનમાં બંગાળની ખાડીને અડીને આવેલા સાત દેશોનો સમાવેશ થાય છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech