16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે રશિયા સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. રશિયા અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે. ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ બ્રિક્સ સંમેલન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ કહ્યું કે અમે રશિયા-યુક્રેન સંઘર્ષને લઈને સંપર્કમાં છીએ. દરેક સમસ્યાનું સમાધાન શાંતિથી જ થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પીએમએ કહ્યું કે ભારત તેના સ્થાને અડગ રહેલું છે અને શાંતિ માટે તમામ શક્ય સહયોગ આપશે. અમે શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનને સમર્થન આપીએ છીએ.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું રશિયાની મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. BRICS સમિટ માટે કાઝાન જેવા સુંદર શહેરમાં આવવાની તક મળી તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. આ શહેર સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. કાઝાનમાં ભારતના નવા વાણિજ્ય દૂતાવાસની શરૂઆત સાથે આ સંબંધો વધુ મજબૂત થશે. છેલ્લા 3 મહિનામાં મારી બે વખત રશિયાની મુલાકાત અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં બ્રિક્સના સફળ વિકાસ માટે હું તમને અભિનંદન આપું છું. બ્રિક્સે 15 વર્ષમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે અને હવે વિશ્વના સફળ દેશો તેમાં જોડાવા માંગે છે. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું મોદી સરકારનું આગામી લક્ષ્ય વકફ બોર્ડ છે? મહારાષ્ટ્રની જીત બાદ પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
November 24, 2024 10:16 AMAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech