પીએમ મોદીએ મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર કર્યા જોરદાર પ્રહાર

  • March 07, 2021 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માં ભાજપને મજબૂત કરવા માટે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ બંગાળની જનતાને નમસ્તે કહીને સંબોધનની શરૂઆત કરી.

પીએમ મોદીએ કહ્યું, 'બંગાળએ પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ દીદી અને તેના કાડરે તમારો આ વિશ્વાસ તોડ્યો. તમારા સપનાને કચડી નાખ્યાં આ લોકોએ બંગાળનું અપમાન કર્યું હતું. અહીં બહેનો અને દીકરીઓ પર ત્રાસ આપવામાં આવ્યો હતો. પરંતુ આ લોકો ક્યારેય બંગાળના લોકોની આત્માને તોડી શક્યા નહીં. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તમારે એક મજબૂત છાપ બનાવવી પડશે, ટીએમસીને સાફ કરવાના આશય સાથે આગળ વધવું જોઈએ.

નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે, ત્યારે બંગાળ નવી ઉર્જા, નવા સંકલ્પ સાથે આગળ વધશે. દેશની જેમ, આગામી 25 વર્ષ પણ બંગાળના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 25 વર્ષોની શરૂઆતનો પહેલો પડાવ આ વિધાનસભાની ચૂંટણીઓ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS