પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીર રાષ્ટ્ર્રને સમર્પિત કર્યા. મુંબઈ પહોંચ્યા બાદ પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
આ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે આ ત્રણ પ્લેટફોર્મ ભારતીય નૌકાદળની ક્ષમતાઓને મજબૂત અને અસરકારક બનાવશે. આપણા દરિયાઈ હિતોની સુરક્ષાને પણ વધુ મજબૂત બનાવશે.
આ ખાસ પ્રસંગે, પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ એક મોટો દિવસ છે.
પીએમએ કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને વિઝન આપ્યું. આજે, આ પવિત્ર ભૂમિ પર, આપણે ૨૧મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલી વાર છે યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. એ ગર્વની વાત છે કે ત્રણેય મેડ ઇન ઇન્ડિયા છે.
આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહી છે. ભારત વિસ્તરણવાદની નહીં, પરંતુ વિકાસની ભાવનાથી કામ કરે છે.
પીએમએ કહ્યું કે દેશની પ્રાથમિકતાઓમાંની એક એ છે કે ૨૧મી સદીના ભારતની લશ્કરી ક્ષમતા વધુ સક્ષમ અને આધુનિક બને. પાણી હોય, જમીન હોય, આકાશ હોય, ઐંડો સમુદ્ર હોય કે અનતં અવકાશ હોય, ભારત દરેક જગ્યાએ પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છે. આ માટે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.
આઈએનએસ સુરત વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક વિનાશક જહાજોમાંનું એક છે. આ પી૧૫બી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેકટનું ચોથું યુદ્ધ જહાજ છે. તેમાં ૭૫ ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈએનએસ નીલગિરી એ ૧૭–એ સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેકટનું પ્રથમ યુદ્ધ જહાજ છે. તે લાંબા ગાળાની દરિયાઈ યોગ્યતા અને ગુ ક્ષમતાઓ માટે રચાયેલ છે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્રારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આઈએનએસ વાઘશીરએ છઠ્ઠી સ્કોર્પિયન સબમરીન છે જે ચાલુ પ્રોજેકટ પી–૭૫ હેઠળ બનાવવામાં આવી રહી છે, જે નૌકાદળના દરિયાઈ કાફલાને વધારવા માટે એક જહાજ–સબમરીન બાંધકામ પ્રોજેકટ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર અને બેટ દ્વારકામાં મેગા ડીમોલીશન કામગીરી અંગે રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવની પ્રતિક્રીયા
January 15, 2025 07:36 PMજિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવીની ગાંધીનગર મુકામે બદલી થઈ આવતા ભવ્ય વિદાય સમારંભ
January 15, 2025 07:05 PMખંભાળિયા : સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
January 15, 2025 06:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech