વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે. 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાનના સ્વાગત માટે શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
PM મોદી કેસરી રંગની ખુલ્લી કારમાં સવાર થઈને ભવ્ય રોડ શોનો પ્રારંભ કર્યો છે. તેમનો આ રોડ શો અમદાવાદ એરપોર્ટ સર્કલથી શરૂ થઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાશે. આ રૂટ પર ઠેર ઠેર વિવિધ થીમ પર ટેબ્લો અને સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો, ભાજપના કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના લોકો વડાપ્રધાનને આવકારવા ઉમટી પડ્યા છે. રોડ શોના રૂટને તિરંગા પટ્ટાઓથી સુશોભિત કરવામાં આવ્યો છે અને દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા છે.
આ રોડ શોની સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્ટિવા પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. તેમણે રોડ શોના રૂટ પરની તમામ વ્યવસ્થાની ખાતરી કરી હતી. આ રોડ શોમાં બ્રહ્મોસ મિસાઈલ અને રફેલ વિમાનના કટઆઉટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઉજવણીના પ્રતીકરૂપ છે.
અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા હતા.
અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં 'મા ભારતી'ના જયઘોષ સાથે અમદાવાદીઓએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.
રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનશ્રીનું સ્વાગત - સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.
રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથ્રેસર મશીન હેઠળ દબાઈ જતા કલ્યાણપુરના ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ
June 03, 2025 12:06 PMખંભાળિયાના ખજુરીયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
June 03, 2025 12:03 PMજામનગર શહેરમાં આજે કોરોનાનો ૧ કેસ
June 03, 2025 12:01 PMજીજી હોસ્પિટલના બે કર્મચારી ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી
June 03, 2025 11:59 AMજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર
June 03, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech