PM મોદી પપુઆ ન્યુ ગિની પહોંચ્યા, વડા પ્રધાન જેમ્સ મારાપે તેમના પગ સ્પર્શ કરીને એરપોર્ટ પર તેમનું કર્યુ સ્વાગત

  • May 21, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ મોદી આજે સાંજે જાપાનથી પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં પાપુઆ ન્યુ ગીનીના એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.


PM નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં પાપુઆ ન્યુ ગીનીના એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી પપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.


પીએમ મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કારણ કે તે દેશમાં એક નિયમ છે કે સૂર્યાસ્ત પછી ત્યાં આવનાર કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદીના આગમન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી એવા પહેલા વ્યક્તિ છે જેમના માટે આ દેશે પોતાની જૂની પરંપરા તોડી છે.


યજમાન દેશે પરંપરા કેમ તોડી?
પેસિફિક મહાસાગરમાં સ્થિત આ ટાપુ દેશ રાત્રે વિદેશી મહેમાનોને રાજ્ય સન્માન સાથે આવકારતો નથી. પરંતુ ભારતના મહત્વ અને વૈશ્વિક મંચ પર પીએમ મોદીની વધતી વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application