વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા PM મોદીનું ગુજરાત આગમન, PM મોદીની 2 દિવસની ગુજરાત મુલાકાતમાં અનેક કાર્યક્રમો

  • January 09, 2024 12:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે આગામી 10થી 12 જાન્યુઆરી વચ્ચે ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, PM મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલે સ્વાગત કર્યું છે. જ્યાંથી તેઓ રાત્રી રોકાણ માટે રાજભવન ખાતે જશે. 



પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે ઉતરાણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન ગયા હતા. જ્યાં પ્રધાનમંત્રી માટે રાત્રી ભોજનની વ્યવસ્થા કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. જ્યારે મંગળવારે સવારે 9.30 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં પીએમ મોદી તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ અને 5 ગ્લોબલ કંપનીઓના CEOના સાથે બેઠક કરશે. આ બેઠકમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ ભાગ લેશે. આ બેઠક બાદ પીએમ મોદી સાંજે 3 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application