BREAKING NEWS

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી થઈ વાતચીત, પશ્ચિમ એશિયાના તણાવ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને સુરક્ષિત રાખવા પર થઈ ચર્ચા

  • April 14, 2026 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમના 'મિત્ર' ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મહત્વપૂર્ણ સંવાદમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સાથે પશ્ચિમ એશિયા (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલી ગંભીર પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિશ્વના ૨૫ ટકા તેલ વેપાર માટે જવાબદાર એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ને ખુલ્લો અને સુરક્ષિત રાખવા પર બંને દેશોએ સહમતી દર્શાવી હતી.


વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીતની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને દેશો 'કોમ્પ્રીહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' ને તમામ ક્ષેત્રોમાં વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. PM મોદીએ ટ્રમ્પને પોતાના 'મિત્ર' સંબોધીને ભારત-અમેરિકાના ગાઢ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો હતો.





'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' કેમ ચર્ચામાં છે?
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે આ સમુદ્રી માર્ગ અત્યંત સંવેદનશીલ બન્યો છે. વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે વૈશ્વિક અર્થતંત્રના હિતમાં આ માર્ગ કોઈપણ અવરોધ વિના ખુલ્લો રહેવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News