જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરનું અભિવાદન

  • March 02, 2021 10:25 AM 

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ગત તા. રપ/૦ર/ર૦ર૧ ને ગુરૂવારના રોજ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. ની સ્થાનિક કચેરીના નવા વરાયેલા અધિક્ષક ઈજનેરનું અભિવાદન કરવા માટે સમારંભનું આયાજન કરવામાં આવેલ હતું. જેમાં વિજ કંપનીના અધિક્ષક ઈજનેર સી. કે. પટેલ, નાયબ ઈજનેર જી. જી. પટેલ તથા ઓદ્યોગિક સબ ડીવીઝનના નાયબ ઈજનેર લીંબાસીયા તથા એસોસીએશનના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખ ભરતભાઈ એચ. દોઢીયા, માનદ્દમંત્રી અશોકભાઈ દોમડીયા, સહમંત્રી હર્ષદભાઈ પણસારા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, સંપાદક મનસુખભાઈ સાવલા સહિત સંસ્થાની કારોબારી સમિતિના સભ્યો તથા આમંત્રીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલા દ્વારા અધિક્ષક ઈજનેર સી. કે. પટેલ તથા નાયબ ઈજનેર જી. જી. પટેલનું બુકે તથા મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું, તથા જામનગરના બ્રાસ ઉદ્યોગના વિજ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે, (૧) જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં એક પ્રિમાઈસીસમાં એક કરતા વધું ઔદ્યોગિક જોડાણ આપવા, (ર) ઉદ્યોગકારોના એલ.ટી. કનેકશનને એચ.ટી. માં તબદીલ કરવા બાબત અપાયેલ નોટીશ, (૩) જામનગર જી.આઈ.ડી.સી.-ર/૩ માટે મંજુર કરાયેલ સબ ડીવીઝન કાર્યાવિન્ત કરવા, તથા (૪) વિજ કંપની દ્વારા ઉદ્યોગકારાને એક માસમાં બે વિજ બિલો ફાળવવામાં આવેલ છે તે બાબતે રજુઆત કરી આ તમામ પ્રશ્નોનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં અધિક્ષક ઈજનેર સી. કે. પટેલે ઉદ્યોગોના વિકાસ અર્થે એસોસીએશન જે કંઈ કામગીરી રહ્યું છે, તેની પ્રશંસા કરી તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા, અને સાથોસાથ જામનગરના બ્રાસ ઉદ્યોગના ઉધોગકારોને સ્પર્શતા જે કંઈ પ્રશ્નો એસોસીએશન દ્વારા રજુ થયેલ તે તમામ પ્રશ્નોના સાનુકુળ ઉકેલ લાવવામાં સહયોગ આપવાની ખાતરી આપી હતી અને ઉપસ્થિત સભ્યોના પ્રશ્નોના પ્રત્યુતર આપેલ હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના માનદ્દમંત્રી અશોકભાઈ દોમડીયાએ કરેલ હતું, જયારે આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ એચ. દોઢીયાએ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS