પીડીપી ભાજપને સત્તાથી દૂર રાખવા એનસી સાથે બેસશે

  • October 07, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સરકાર બનાવવા માટે ગઠબંધનના પ્રયાસો તેજ થઈ ગયા છે. કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીર એકમના વડા તારિક હમીદ કારાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો અને વ્યક્તિઓ માટે દરવાજા ખુલ્લા છે. જયારે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે એનસી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. જો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અમારી સાથે જોડાવા માટે તૈયાર છે, તો તે ઘણી મોટી વાત છે. એક્ઝિટ પોલ બહાર આવ્યા પછી, પીડીપી નેતા જુહૈબ યુસુફ મીરે કહ્યું કે તેઓ ભાજપ્ને સત્તાથી દૂર રાખવા માટે એનસી અને કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે.
પીડીપી નેતાના આ નિવેદન અંગે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અભિનંદન આપવા જોઈએ. તેમની વિચારસરણી સારી છે, આપણે બધા એક જ માર્ગ પર છીએ. તેમણે કહ્યું, આપણે નફરતનો અંત લાવવો પડશે અને જમ્મુ-કાશ્મીરને સાથે રાખવું પડશે. ઉલ્લેખનીય છે કે શનિવારે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ભાજપ્ને 2014ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી 25 બેઠકો કરતાં આ વખતે થોડી વધુ બેઠકો મળવાની ધારણા છે. પીડીપીને આ વખતે 10થી ઓછી સીટો મળવાની આશા છે. 10 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં પીડીપીને 28 બેઠકો મળી હતી.
કરર્એિ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા 5 ધારાસભ્યોની સંભવિત નોમિનેશન સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકશાહીની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધ હશે અને લોકોના જનાદેશને નિષ્ફળ બનાવવા માટે ચૂંટણીના પરિણામોમાં છેડછાડ સમાન હશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આનો સખત વિરોધ કરશે અને ભાજપ્ને તેની યોજનામાં સફળ થવા દેશે નહીં, જો કે તે સરકાર બનાવવાનો દાવો કરવાની નજીક પણ નહીં હોય. પાર્ટીના ઉમેદવારોએ કરર્નિે કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્ર ભાજપ્ની તરફેણ કરી રહ્યા છે અને આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ગેરરીતિઓ સામે પગલાં લેવામાં વહીવટીતંત્ર મોટાભાગની જગ્યાએ નિષ્ફળ ગયું છે.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે તેમની પાર્ટી સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. અબ્દુલ્લાએ શનિવારે કહ્યું, અમે ભાજપ સાથે નહીં જઈએ. અમને ચૂંટણીમાં જે મત મળ્યા છે તે ભાજપ્ની વિરુદ્ધ છે. તેઓએ મુસ્લિમોને મુશ્કેલીમાં મૂક્યા, તેમની દુકાનો, ઘરો, મસ્જિદો અને શાળાઓને બુલડોઝ કરી. શું તમને લાગે છે કે અમે તેમની સાથે જઈશું?’ તેમણે કહ્યું કે ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન એક પણ મુસ્લિમને પ્રતિનિધિત્વ આપ્યું નથી અને કેન્દ્રીય કેબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. એનસી પ્રમુખે કહ્યું, હું માનું છું કે અમારા લોકો ભાજપ્ને વોટ નહીં આપે. જો તેઓ વિચારે છે કે તેઓ સરકાર બનાવશે તો તેઓ કાલ્પનિક દુનિયામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application