રાજકોટ શહેર પીસીબી બ્રાન્ચ દાના ધંધાર્થીઓ પર રીતસરની ધોંસ બોલાવી રહી છે ત્યારે સતત ત્રણ દિવસથી વિદેશી દાના જથ્થાના કેસ કરી હેટિ્રક કરી છે જેમાં ત્રીજા કેસમાં કુવાડવા રોડ દેવજીવન હોટલ નજીક ગોઠવી સુરત થી અવધ ટ્રાવેલ્સની બસમાં પાર્સલની આડમાં છુપાવેલો વિદેશી દાનો ૩૮૪ બોટલ દા ઝડપી ડ્રાઇવરને ટ્રાવેલ્સ સાથે ધરપકડ કરતા ટ્રાવેલ્સ સંચાલકોમાં ફફડાટ ગયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ના પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હત્પંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન પીસીબીના એ.એસ.આઇ સંતોષભાઈ મોરી હરદેવસિંહ રાઠોડ દેવરાજભાઈ કલોતરા ને મળેલ બાતમીના આધારે કુવાડવા રોડ દેવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન સુરત તરફથી આવતી ચોક્કસ નંબરની અવધ ટ્રાવેલ્સ ની ખાનગી બસ ને અટકાવી તલાસી લેતા પ્રથમ નજરે કઈં મળી આવ્યું ન હતું.
પોલીસે બસમાં પાર્સલના જથ્થા ચેક કરતા તેની આડમાં છુપાવેલો વિદેશી દાનો જથ્થો ૩૮૪ બોટલ કિંમત ૧૬,૩૫૨ ની મળી આવતા પ્રથમ પેસેન્જરને ગોંડલ રોડ ચોકડી પહોંચાડા બાદ અન્ય બસમાં રવાના કરાવી ડ્રાઇવર સાથેની અવધ ટ્રાવેલ્સ ની બસ અને દાનો જથ્થો મળી કુલ ૨૧ લાખ ૧૬,૩૫૨ નો મુદ્દા માલ કબજે કર્યેા હતો.
દા સાથે ઝડપાયેલ ડ્રાઇવર ધર્મેશ મનસુખભાઈ મહેતા રહે રૈયારોડ કનૈયાચોક, મુળ દાધીયા સાવરકુંડલા વાળાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દા જંગલેશ્વરના ઇમરાન અનીશ શેખ એ મંગાવ્યા ની કબુલાત આપી હતી. આકાશવાણી કેન્દ્ર રોડ આદિત્ય બિલ્ડિંગ સામે વરના કાર માંથી ૫૭૧ બોટલ વિદેશી દા કિંમત ૧,૩૬, ૬૦૪નો મળી આવ્યો હતો. કાર જીજે ૧૦ સીજી ૬૫૦૨ તેમજ દા સહિત કુલ ૪,૩૬, ૬૦૪નો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે તપાસ નો ધમધમાટ શ કર્યેા હતો, જેમાં બુટલેગર આરીફ મીની વાડીયા નું નામ ખુલતા તેની શોધખોળ શ કરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ એમ.જે હત્પંણ, પીએસઆઇ પીબી ત્રાજિયા, રાઇટર વિરેન્દ્રસિંહ જાડેજા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહત્પલગીરી, કરણ મા કુલદીપ સિંહ જાડેજા વાલજીભાઈ જાડા નગીનભાઈ ડાંગર હિરેન સોલંકી હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી