દેશી–વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવતી પીસીબી

  • September 18, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીસીબીએ દેશી–વિદેશી દાના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાનું શ કયુ છે.જેમાં માધાપર ચોકડી અને બેડી પુલ વચ્ચે રેઢી પડેલી કારમાંથી .૧.૩૩ લાખનો દા–બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.જયારે માજોઠીનગરમાં ૧૨ બોટલ દા સાથે એકને ઝડપી લીધો હતો અને બે શખસોના નામ ખુલ્યા હતાં.આ ઉપરાંત કુબલીયાપરા અને જાળિયા ગામે ધમધમતી દેશી દાની ભઠ્ઠી ઝડપી લઇ ચાર ધંધાર્થીઓની ધરપકડ કરી હતી.દાના આ દરોડઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે માધાપર ચોકડીથી બેડી પુલના વળાંક પાસે રેઢી પડેલી કિયા સોનેટ કારમાંથી પોલીસે ૧.૩૩ લાખની કિંમતનો દા– બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી ૩૧૬ બોટલ દા અને ૭૨ બિયરના ટીન તથા કાર સહિત કુલ પિયા ૭,૩૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ અંગે પોલીસે કાર નંબર જીજે ૧૫ સીકે ૬૪૦૩ ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અન્ય દરોડામાં પીસીબીના પીએસઆઇ એએસઆઇ સંતોષભાઈ મોરી, યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે માજોઠીનગર પાસે આવેલા હરિકૃષ્ણ માર્બલ એન્ડ ગ્રેનાઇટના ડેલા પાસેથી ૧૨ બોટલ દા સાથે જયપાલસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ ૪૦ રહે. દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ શેરી નંબર–૭ )ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા દા પ્રકરણમાં ઘનશ્યામસિંહ અજીતસિંહ જાડેજા (રહે. દૂધસાગર રોડ) અને સાજીદ ઉર્ફે ચીની યુસુફભાઈ રાઉમાં (રહે દૂધસાગર રોડ) ના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
યારે પીસીબીના પીએસઆઇ પી.બી.ત્રાજિયા તથા તેમની ટીમે શહેરના કુબલીયાપરા વિસ્તારમાં શેરી નંબર પાંચ મહાકાળી પાનવાળી શેરીમાં મકાનમાંથી તથા કુવાડવા રોડ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાળિયા ગામ ડેમી(મીતાણા) નદીના કાંઠે ધમધમતી દેશી દાની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે દરોડા દરમિયાન ચાર આરોપીને ઝડપી લીધા હતા જેમાં મુન્ના શંભુભાઈ સોલંકી (૩૫ રહે. કુબલીયાપરા), નિતેશ ભનુભાઈ સોલંકી (૪૫), રમેશ ભનુભાઈ સોલંકી (ઉ.વ ૫૦) અને સુરેશ બચુભાઈ સોલંકી (ઉ.વ ૪૯ રહે ત્રણેય જાળિયા તા. રાજકોટ)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન આરોપી અંજુબેન વિશાલભાઈ સોલંકી નામ ખુલ્યું હતું. પોલીસે કુબલીયાપરા વિસ્તારમાંથી ૧૪૦ લીટર દેશી દા, ઉપરાંત દા બનાવવાનો આથો અને અન્ય સાધનો સહિત કુલ પિયા ૯૫,૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. યારે જાળિયા ગામેથી ૪૭૫ લીટર દેશી દા સહિત . ૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application