જામનગર કલેકટર કચેરી ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

  • December 04, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન તળે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કર્યો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેડિકલ સ્ટોર્સમાં દવાની ખરીદી-વેચાણનું રજીસ્ટર ચેક કરવામાં આવશે. એમ.ટી.પી. દવાનું વેચાણ પ્રમાણિત થયેલા ડોકટરના પ્રિસ્ક્રિપશન મુજબ જ આપવામાં આવશે. તેમજ જે ક્લિનિક કે હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી. રીન્યુઅલ થઈ જાય પછી જ તેમનું સર્ટિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે. ઓક્ટોબર-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ દરમિયાન જામનગરમાં ૬૧ જેટલા ક્લિનિક વેરિફિકેશન કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સંચાલિત ટેકો પ્લસ અને ઈ-ઓળખ વેબ પોર્ટલ પર તાલુકા કક્ષાએ નિયમિતપણે જન્મ પ્રમાણની એન્ટ્રી કરવામાં આવે છે.  
ઉક્ત બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.એન.કન્નર, સી.ડી.એચ.ઓ. શ્રી ડો.નૂપુર કુમારી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application