રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના કે.કે.વી ચોક, કાલાવડ રોડ પર નવનિર્મિત કોટેચા ચોકથી આત્મીય યુનીવર્સીટી તરફ જતા સૌરાષ્ટ્ર્ર અને રાજકોટ શહેરના પ્રથમ મલ્ટીલેવલ લાયઓવર બ્રિજનું શ્રી રામ બ્રીજ તરીકે નામકરણ કરવામાં આવેલ છે, અને આજે તા.૨૨–૧–૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે ભાગવત કથાકાર પ.પુ.ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નામકરણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્રારા શ્રીરામનાં નારા લગાવવામાં આવ્યા હતા, તેમજ અવસરે ગરબે રમી આ પ્રસગં અંગે હર્ષ વ્યકત કર્યેા હતો. બાદમાં પ.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે તકતી અનાવરણ વિધિ કરવામાં આવી હતી.
આ તકે પ.પુ. ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષ બાદ આજે ભગવાન શ્રી રામ લલ્લા અયોધ્યા પધારી રહ્યા છે, અને અયોધ્યામાં નિર્માણ પામેલા અભૂતપૂર્વ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિા વિધિ થઇ રહી છે ત્યારે સમગ્ર દેશમાં અદભૂત હર્ષેાલ્લાસ અને દિવાળીનો માહોલ સર્જાયો છે. ઉપરોકત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શીતા શાહ અને રમેશભાઈ ટીલાળા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, શહેર ભાજપ ઉપ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી અને વિજયભાઈ ટોળીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, અિશમન અને ખાસ ગ્રાન્ટ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પેારેટરો અનીતાબેન ગોસ્વામી, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઇ સાગઠીયા, યોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રી ડોડીયા, બિપીનભાઈ બેરા, કંચનબેન સિધ્ધપૂરા, શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, વોર્ડનાં અગ્રણીઓ કાથડભાઈ ડાંગર, અગ્રણી રજનીભાઇ ગોલ, ગૌતમ ગોસ્વામી, અશ્વિનભાઈ ભોરણિયા, યુવા મોરચાના મહામંત્રી સહદેવસિંહ ડોડીયા, શિક્ષણ સમિતિ સભ્ય અજયભાઈ પરમાર, તેમજ વિવિધ મોરચાના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech