જામનગરમાં પી. એલ. હરિઆ સ્કૂલ ખાતે ગમ્મત સાથે જ્ઞાન કાર્યક્રમ યોજાયો

  • March 20, 2021 10:25 AM 

જામનગરમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત પી.એલ. હરિઆ સ્કૂલનાં ઉપક્રમે પ્રિ-પ્રાયમરીનાં બાળકો તથા વાલીઓ માટે - ફન ઓન ફ્રાઇડે - કાર્યક્રમ તા. 1ર માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ, હરિઆ ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ મયંક ત્રિવેદી, સીઇઓ જિપાલ પટેલ, એડમીનીસ્ટ્રેટર વ્યોમેશ વૈદ્ય, પીઆરઓ બંસરી ભટૃ તથા સુપરવાઈઝર કલ્પેશ પરમાર ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના કરીને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.

સ્કૂલમાં કે.જી. કો-ઓર્ડીનેટર સસ્મિતા મોહંતી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. પોતાના પ્રવચનમાં અતિથિઓને આવકાયર્િ બાદ પ્રાયમરી પ્રિન્સિપાલ ભાવના શાહ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા બાબતે નિખાલસ ચચર્િ કરવામાં આવી હતી.

ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને અતિથિવિશેષ્ા ભરતેશભાઈ શાહે લોકડાઉન સમયગાળાની પ્રિ પ્રાયમરી શિક્ષણ પર થયેલ અસર વિશે ઉંડાણપૂર્વક ચચર્િ કરી હતી. તેમણે આ ચચર્મિાં પોતાની આગવી શૈલીમાં લોકડાઉનનાં વિકટ સમય દરમ્યાન બાળકો અને વાલીઓ તથા શાળાનાં શિક્ષકોનાં શૈક્ષણીક ત્રિકોણને ખૂબ બિરદાવ્યો હતો. ત્યારબાદ સુપરવાઈઝર દર્શના જોષ દ્વારા કાલ્પનિક પ્રવાસ દ્વારા વાલીઓ અને બાળકોને અકથ્ય આનંદની અનુભૂતિ કરાવી હતી.

ત્યારબાદ બાળકો તથા વાલીઓ સાથે પઝલ્સ ગેમ, મેમરી ગેમ, ફન વિથ કલોક, ઢુંઢો તો જાને - જેવી જુદી-જુદી જ્ઞાન સાથે ગમ્મત જેવી પ્રવૃતિ કરાવવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને શાળા તરફથી એક ગીફટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ બાદ વાલીઓ, બાળકો અને ઉપસ્થિત સૌએ સાથે મળીને અલ્પાહારની મિજબાની માણી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ધવલ પટૃના માર્ગદર્શન હેઠળ પ્રિ-પ્રાયમરીની ટીમ, બંસરી ભટૃ તથા કલ્પેશ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમના ઉઘોષ્ાક તરીકેની કામગીરી રાજ શાહે સંભાળી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS