હાપાથી રિલાયન્સ દ્વારા ઓકિસજન ટેન્કર ભરેલી ટ્રેન દિલ્હી જવા રવાના

  • May 06, 2021 01:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીમાં રિલાયન્સ દ્વારા બીજા રાજયમાં આજે ચોથી ઓકિસજન ટેન્કરોની ટ્રેન  મોકલાઇ: રિલાયન્સ-રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રિલાયન્સ ઇન્ડ. દ્વારા કોરોનાના સંક્રમણનાં પગલે દેશભરમાં ઓકિસજનની ઘટને પહોંચી વળવા રાજય બહાર જુદા જુદા શહેરોમાં ઓકિસજન ટેન્કર રેલ્વે મારફત મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગપે આજે સવારે 4.45 મિનિટે હાપાથી સ્ટેશનેથી પ ઓકિસજન ટેન્કર ટ્રેન મારફત દિલ્હી ખાતે રવાના કરાયા.

રિલાયન્સ ઇન્ડ. જામનગર દ્વારા રાજય બહાર આજે ઓકિસજન ટેન્કરો રેલ્વે મારફત ચોથી વખત મોકલાવવામાં આવ્યા જેમાં દિલ્હી ખાતે આજે બીજી વખત ઓકિસજન ટેન્કર રવાના કરાયા.

આ ઓકિસજન ટેન્કરમાં 103.64 ટન લીકવીડ ઓકિસજન સામેલ રાખવામાં આવ્યો હતો. જે 1230 કિ.મી. નું અંતર કાપીને દિલ્હી ખાતે પહોંચશે અને દિલ્હીના કોવીડ કેર હોસ્પિટલનાં દર્દીઓને આ ઓકિસજન પહોંચાડવામાં આવશે.

આજે વહેલી સવારે હાપાથી પ ઓકિસજન ટેન્કર રવાના કરાયા તે સમયે રિલાયન્સના તેમજ રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ગઇકાલે પણ વ્હેલી સવારે 4 વાગ્યે ઓકસીજનના પાંચ ટેન્કર 103.64 ટન પ્રવાહી સાથે રવાના કરાયા હતા, આજે બીજી ટ્રેન પાંચ ટેન્કર સાથે રવાના કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS