ખંભાળિયા નગરપાલિકાની બે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સેવા ઉપલબ્ધ કરાઈ

  • April 12, 2021 08:42 PM 

ખંભાળિયા નગરપાલિકા વિસ્તારના દર્દીઓ માટે પાલિકા તંત્રની માલિકીની એક નાની તથા એક મોટી એમ બે એમ્બ્યુલન્સ પ્રાપ્ય છે. હાલની પરિસ્થિતિમાં નગરપાલિકા અધિકારીઓ- પદાધિકારીઓએ મહત્વનો નિર્ણય લઈ, બંને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ખંભાળિયાની હોસ્પિટલોમાં ઉચ્ચ તબીબી સારવાર પ્રાપ્ય ન હોવાથી અહીંના દર્દીઓને જામનગર- રાજકોટ જેવા શહેરોમાં સિફ્ટ કરવા પડે છે. આ પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજન અનિવાર્ય હોય છે. ત્યારે ખંભાળિયા નગરપાલિકાની માલિકીની બે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડરની સુવિધા ન હોવાથી દર્દીઓ કફોડી હાલતમાં મૂકાઈ જાય છે. તાજેતરમાં એક દર્દી સાથે બનેલા આવા બનાવ ને ધ્યાને લઇ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા સંયુક્ત રીતે પાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હા વિગેરે સાથે ચર્ચા વિચારણા કરી, નગરપાલિકાની આ બંને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કીટ તથા સ્ટેન્ડ વિગેરે ફીટીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે નિર્ણયને તાકીદે અમલ મૂકી, આ જ દિવસે તમામ ફીટીંગ પ્રક્રિયા પૂર્ણ કરાવી અને દર્દીઓ માટે એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સુવિધા મુકાવી હતી.

શહેરના દર્દીઓ માટે આ મહત્વની અને જરૂરી સુવિધા પ્રાપ્ત કરતા દર્દીઓના પરિવારજનોમાં રાહત સાથે નગરપાલિકાની આ ઝડપી કામગીરી પ્રશંસાપાત્ર બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS