ખંભાળીયામાં નગરગેઇટથી જોધપુર નાકા સુધીના બિસ્માર રોડનું રાતોરાત નવીનીકરણ

  • June 10, 2021 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીકાનો હકારાત્મક અભિગમ: રોડમાં ખાડા કે નબળું કામ જણાયે જાણ કરો: ત્વરિત કામગીરીની ખાત્રી

ખંભાળીયા શહેરમાં મુખ્ય રસ્તાઓ પૈકીના તેમજ ખૂબ જ વ્યસ્ત રહેતાં નગરગેઇટથી જોધપુર નાકા સુધીનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. આ માર્ગને રાતોરાત નવો બનાવતા મુખ્ય રોડના નવીનીકરણની કામગીરીથી રાતોરાત આ રસ્તો નવોનકકોર બની ગયો હતો. દિવસના ભાગે રોડની કામગીરી કરવાથી ટ્રાફીકને અડચણરૂપ થાય તેમ હોય આ વ્યસ્ત રહેતા રોડને નગરપાલીકા દ્વારા રાત્રે 1રથી સવારે 6 વાગ્યા સુધીમાં કામ પૂર્ણ કરી દેવાયો હતો. આગામી સમયમાં રેલવે સ્ટેશન રોડ, શારદા સીનેમા રોડ, બેઠક રોડ વગેરે રોડનું રીપેરીંગ કામ પણ ટૂંકમાં હાથ ધરવામાં આવનાર છે. આ સાથે રામનાથ પુલથી ખંભાળીયા-જામનગર હાઇવે સુધીનો રસ્તો પણ નવો બની જતાં વાહનચાલકોને ભારે રાહત થઇ છે.

આ સાથે ખંભાળીયા શહેરા જે સ્થળે ડામર રોડ, સીસી રોડ, પેવર બ્લોકના કામો થયા છે ત્યાં ખાડા જણાય કે નબળું કામ જણાય તો ચોમાસા પહેલા રીપેર કરવાનું આયોજન પાલીકા દ્વારા હાથ ધરાયું હોય આ વિસ્તારના લોકોએ નબળું કામ જણાયે પોતાના વિસ્તારના ચૂંટાયેલ સદસ્યને તેમજ પાલીકાનું ધ્યાન દોરવા પાલીકા દ્વારા અપીલ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS