રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયેલા હતાં. પાણીના વધારે પડતા દબાણને કારણે એક ડેમ પણ તૂટી ગયો છે. પ્રાંતીય સરકારે શનિવારે ઓસર્ક વિસ્તારમાંથી બે હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તાર કઝાકિસ્તાન સરહદે આવેલુ છે.
ઓર્સ્કના મેયર વેસિલી કોઝુપિત્સાના જણાવ્યા અનુસાર 2400થી વધુ રહેણાંક ઇમારતોમાં પાણી પ્રવેશી ગયું છે તથા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. શનિવાર સમયે ડેમમાં પાણી 9.3 મીટર (30.51 ફૂટ)ની ઉંચાઇએ પહોંચી ગયું હતું. ઉરલ પર્વતીય વિસ્તારમાંથી 4000 લોકોને બચાવવામાં આવ્યા છે. ઓર્સ્કમાંથી બચાવવામાં આવેલા 2000 લોકોનો આ સંખ્યામાં સમાવેશ થયો છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે ઉરલ નદીની લંબાઇ 2428 કિમી છે. રશિયાની ઇન્વેસ્ટિગેટીવ કમિટીએ ડેમ તૂટી જવાની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. રશિયન સરકારે ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી છે. સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર ઉરાલ નદીનુ જળસ્તર વધવાથી 885 બાળકોે સહિત 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુ 2000 મકાનોમાં પાણી પ્રવેશી જતાં પૂરગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને 6300 થઇ ગઇ છે. રશિયાના ઇમરજન્સી બાબતોના પ્રધાને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech