સાયબર અપરાધ પર અંકુશ મુકવા માટે બે મહિનાના અભિયાન દરમિયાન આફ્રિકામાં ૧૦૦૬ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે તેમ વૈશ્વિક પોલીસ સંગઠન ઇન્ટરપોલે એક નિવેદનમાં જણાવ્યું છે. ઇન્ટરપોલે ૩૫૦૦૦ પીડિતોની ઓળખ કરી હતી જેના કેસ સમગ્ર વિશ્વમાં ૧૯.૩ કરોડ ડોલરના નાણાકીય નુકસાન સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સહિત ખાનગી સેકટરના ભાગીદારોએ ઓપરેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સાયબર અપરાધીઓએ હજારો લોકોને નિશાન બનાવ્યા હતાં. જેમાંથી કેટલાકની દાણચોરી કરવામાં આવી હતી. પીડિતોને લાખો ડોલરનું નુકસાન થયું હતું. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આફ્રિકન યુનિયનની પોલીસ એજન્સી એફ્રિપોલ સાથેના સંયુકત ઓપરેશન 'ઓપરેશન સેરેન્ગેટી' બે સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૯ આફ્રિકન દેશોમાં ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં રેનસમવેયર, બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇસ, ડિજિટલ એકસટ્રોશન અને ઓનલાઇન કૌભાંડ પાછળના અપરાધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ વાલ્ડેસી ઉર્કીઝાએ જણાવ્યું હતું કે મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડથી લઇને ઔધોગિક સ્તર પર ક્રેડિટ કાર્ડ છેતરપિંડી સુધી, સાયબર અપરાધનું વધતુ પ્રમાણ ચિંતાનો વિષય છે.કેન્યામાં ૮૬ લાખ અમેરિકન ડોલરના નુકસાન સાથે જોડાયેલ ઓનલાઇન ક્રેડિટ કાર્ડ છેતરપિંડી કેસમાં લગભગ બે ડઝન લોકોની ધરપકડ કરી છે.
પશ્ચિમી આફ્રિકન દેશ સેનેગલમાં અધિકારીઓએ ૬૦ લાખ અમેરિકન ડોલરની ઓનલાઇન પોન્ઝી યોજના માટે પાંચ ચીનના નાગરિકો સહિત આઠ લોકોની ધરપકડ કરી છે.એફ્રિપોલના એકિઝકયૂટીવ ડાયરેકટર જલેલ ચેલ્બાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેરેનગેટીના માધ્યમથી એફ્રિપોલના આફ્રિકી સંઘના સભ્ય રાયોમાં લો એન્ફોર્સમેન્ટ માટે સમર્થનને વધાર્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech