રાજકોટ શહેર પોલીસની છાપ માંડ થોડી સુધરે ત્યાં દબી દબીને ઢાંકણીમાં માફક પોલીસના કોઈને કોઈ કાંડ થાય કે છૂપાકામો બહાર આવે. હવે તો પોલીસ વિભાગમાં આઉટ સોર્સિગ પર નોકરી કરતા પોલીસના અધિકારીઓના વરાહનો ચલાવતા આવા કર્મીઓ પણ બેકાબુ હોય કે ડર ન હોય તે રીતે કારસ્તાનો કરી રહ્યા છે. આવા તત્વોના કારણે ખરી કે કર્મનિ ની પોલીસની પણ ઈત ખરડાઈ રહીની ચર્ચા કે પોલીસમાં કચવાટ હશે.
રાજકોટ શહેર પોલીસમાં ખાસ કરીને બાહ્ય વિસ્તારોના પોલીસ મથકોમાં કે રાત્રી ફરજમાં જીઆરડી, હોમગાર્ડ તથા ટ્રાફિક વિભાગમાં ટીઆરબી માનદ વેતન સાથે ફરજ બજાવે છે. જયારે પોલીસની સરકરી કાર્સ (બોલેરો, પીસીઆર ચલાવવા માટે આઉટ સોર્સથીચાલકોની ભરતી થાય છે જે આમ તો એમ.ટી.વિભાગના અંડરમાં હોય છે. આવા માનદ વેતન, આઉટ સોર્સ કર્મીઓ પોલીસ કોન્સ્ટેબલથી લઈ અધિકારીઓ સાથે ફરીને અંદરની બધી વાતો કે કાર્યશૈલીથી વાકેફ બની જાય છે. આવા માનદ વેતનધારીઓ સાથે રહીને અથવાતો પોતાની રીતે છૂપા કામો, કાંડો કરવા લાગે છે. હનીટ્રેપ, તોડ કે આવું કંઈકને કંઈક કરે કયારે આવા કાંડ બહાર આવે તો ગુનાઓ પણ નોંધાઈ ચૂકયા છે. ફરજમાંથી કાઢી મુકવામાં આવે તો ગોઠવણ હોય એ લાલચી પોલીસ સાથે મળી તેના ફોલ્ડર બનીને છૂપા કામ કરવા લાગે.
ત્રણ દિવસથી સસ્તાામં સોનુ અપાવી દેવાની લાલચે છ લાખની ઠગાઈ કર્યામાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા આઉટ સોર્સના બે શખસોની ગેંગ સાથે સંડોવણી ખુલી. આ બન્ને પોલીસની સરકારી કાર લઈને ગયા હતા અને રોકડ સાથે ભાગ્યા હતા. આવું તો આંગળીના વેઢેની માફક બહાર આવે ત્યારે આવે છે બાકી ઈત કે ડરના કારરે અથવા તો પોલીસ સાંભળશે કે નહીં? અને કયારેક ફરિયાદ માટે ગયા હશે તો પણ સાંભળી લઈ કે અરજી સ્વીકારીને જતા કરી દેવાતા હશે કે બેઠું સમાધાન ઉપરીઓ, અધિકારીઓ દ્રારા કરાસવી દેવાતું હશે. આવા કારણો સર જ આ બદી બદી ફલીફાલી છે. અને સમગ્ર પોલીસ બેડાને બટ્ટો લાગી રહ્યો છે. ઉપરીઓ, ઉચ્ચ અધિકારીઓ અતિ વિશ્ર્વાસમાં રહેતા હશે? કે તેમના સુધી કાંઈ વાત પહોંચતી નહીં હોય? અને જો પહોંચતી હશે તો તાબાના અધિકારીઓ દ્રારા સાહેબ, સાહેબ કરીને કે સાચુ ખોટું કહીને સમજાવી દેવાતા કે ઉંધા ચશ્મા પહેરાવી દેવાતા હશે? આ બધુ જો અને તો કે ચર્ચારૂપ જ ગણી શકાય.
પાંચેય આંગળીઓ સરખી પણ નથી હોતી
પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી કે આઉટ સોસિગ પર નોકરી કરતા કર્મીઓમાં પાંચેય આંગળીઓ સરખી નથી હોતીની માફક પણ હોય છે. અનેક એવા કર્મીઓ હોય છે કે, કોઈફણ લાલસા વિના નિ ાથી ફરજ નિભાવતા હોય છે. જયારે અન્ય તોડતાડ કે નાણા પડાવવા છૂપા કામ કરનારાઓના કારણે બધાને દાગ લાગતા હોય કે બદનામી મળતી હોય છે. આવા ઈસમોના કારણે પ્રમાણિક કર્મીઓએ પણ કયારેક સહન કરવું પડતું રહે છે.
પોલીસના આઉટસોર્સના બે ડ્રાઈવર સહિત છના રિમાન્ડ મગાશે
રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ પાસે રહેતા અને મહિલા કોલેજ ચોક પાસે ચાનો થડો ધરાવતા મૈયા દેવાભાઈ ગમારા નામના ૨૭ વર્ષિય ભરવાડ યુવકને ગેંગે જાળમાં ફસાવ્યો હતો. આરોપી રિક્ષાચાલક મુનાફ ઉર્ફે મુન્ના અકબરભાઈ ઉમરેટિયા ઉ.વ.૩૨ રહે.નાણાવટી ચોક, પાસે આવાસ કવાર્ટરે હોટલે ચા પીવા જતો હોય સસ્તામાં સોનુ જોઈતુ હોય તો મિત્ર પાસેથી મળી જશે કહી વાતમાં ફસાવ્યો હતો. મિત્ર તરીકે આસિફ ઉર્ફે સુલતાનભાઈ મજીદ ધાનાણી ઉ.વ.૩૩ રહે.અંકુર સોસાયટી જંગલેશ્ર્વર સાથે વાત કરાવી કસ્ટમમાંથી સસ્તામાં માલ મળી જશે કહી, ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કીટના સાત લાખ નક્કી કર્યા હતા. પંદર દિવસ પૂર્વે ગોઠવેલા પ્લાન મુજબ ગત તા.૧ના રોજ યુવક તેના મામાના પુત્ર વિપુલ મુંધવા સાથે પ.૫૦ લાખની રકમ લઈને આવ્યો હતો. સોનુ લેવાનો ડોળ કરી ચારેય માધાપર ચોકડીએ ગયા હતા. જયા કારમાં અન્ય બે સાગરીતો કાલાવડ રોડના રૂડા–૧માં રહેતો દીપક સવજી રોજાસરા ઉ.વ.૩૭ તથા જિલ્લ ા ગાર્ડન પાસે સ્લમ કવાર્ટરમાં રહેતો ફિરોઝ ઈબ્રાહીમભાઈ બેલીમ ઉ.વ.૪૪ સોનુ લઈને આવ્યા હોવાની વાત સાથે યુવક પાસેથી ૫.૫૦ લાખની રકમ આસિફે લઈ લીધી અને કારમાં રહેલા બન્ને શખસો પાસેથી સોનુ લઈ આવે કહી રોડની સામેની સાઈડ કાર પાસે ગયો હતો. એવામાં જ અગાઉથી જ ગોઠવણ, સહ કે વોચમાં હોય એ રીતે જેવો આસિફ નાણા લઈને રોડક્રોસ કરતા જે પોલીસનરી વાન (બોલેરો) લઈને પોલીસ વિભાગમાં આઉટ સોસિગમાં ચાલક તરીકે એમટી વિભાગમાં નોકરી કરતો મનિષ ત્રિવેદી ઉ.વ.૩૮ તથા સાયબર ક્રાઈમ પોલીસ મથકના આઉટ સોર્સના ડ્રાઈવર અશોકસિંાહ જાડેજા બન્ને ધસી આવ્યા હતા. આસિફને પોલીસે રેઈડ પાડી હોય એ રીતે પોલીસ કારમાં બેસાડીને નીકળી ગયા હતા. પોલીસે દરોડો પાડયાનો મૈયા તથા વિપુલ સાથે રહેલા મુનાફે ડોળ ઉભો કર્યેા અને હવે ભાગવુ પડશે નહીં તો પોલીસ પકડશે કહીં ત્યાંથી રફચકકર થઈ ગયો હતો. પોલીસનો દરોડો નહીં પરંતુ આખી ગેંગે ગોઠવેલુ કારસ્તાન હોવાનું ખુલતા મૈયા ઉર્ફે લખાએ બે દિવસ પૂર્વે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી.એમ.હરિપરા, પીએસઆઈ જી.એન.વાઘેલા, એએસઆઈ બી.વી.ગોહિલ સહિતના સ્ટાફે છએ શખસોને દબોચી લઈ આખા રેકેટનો પર્દાફાશ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech