વીજ પોલ ને નુકસાની થઈ: બંને આંખલાની લડાઈમાં ૨૦ મિનિટ સુધી રસ્તો પણ બંધ રહ્યો
જામનગરમાં કાલાવડ નાકા બહાર અલસફા પાર્ક વિસ્તારમાં વહેલી સવારે બે ખૂટિયાઓ સામસામે આવીને બાખડી પડ્યા હતા, અને ભારે ધમાચકડી થઈ હતી. જે લડાઈ ૨૦ મિનિટ સુધી ચાલી હતી, અને રસ્તો બંધ થયો હતો. ઉપરાંત એક વીજ પોલમાં પણ નુકસાની થઈ છે.
આજે સવારે વરસાદી વાતાવરણની વચ્ચે બે ખુટિયાઓ સામસામે આવી ગયા હતા, અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. એકબીજાની ટક્કરમાં તે જ વિસ્તારમાં આવેલા એક વીજ પોલ સાથે ખુટીયો અથડાયો હતો, જેમાં સબ સ્ટેશન ના ઇલેક્ટ્રીક બોર્ડ વગેરેને નુકસાની થઈ હતી. આ ઝઘડા ના કારણે ઉપરોક્ત વિસ્તારનો રસ્તો ૨૦ મિનિટ સુધી બંધ રહ્યો હતો. ત્યારબાદ એક ખુટિયો નીચે પડી જતા બીજો ખુટીયો ચાલ્યો ગયો હોવાથી મામલો શાંત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ યુવકનું ગળું કપાયું: મવડી બ્રિજ પર બની દુર્ઘટના
January 13, 2025 11:09 PMજાપાનમાં ફરી ધરતી ધ્રુજી: 6.9ની તીવ્રતાનો ભૂકંપ
January 13, 2025 11:07 PMપ્રધાનમંત્રી મોદીએ નારાયણા ગામે લોહડીની કરી ઉજવણી
January 13, 2025 11:05 PMજામનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે નવતર અભિયાન
January 13, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech