જૂનાગઢમાં ગેસ લાઈનમાં ભંગાણથી આગમાં ત્રણ મૃત્યુથી આક્રોશ

  • May 08, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં મહાપાલિકાના જેસીબી ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થયા બાદ આગ લાગવાથી માતા પુત્રી સહિત ત્રણના મોત થયા હતા યારે મૃતક ના પતિ પણ ગંભીર રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બનાવ બાદ ગઈકાલે મૃતકના પતિએ હોસ્પિટલના બીછાનેથી જેસીબીના ડ્રાઇવર સામે બેદરકારી દાખવ્યા અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે જેસીબીના ચાલક રાજકુમાર યાદવ રહે. બિહાર નામના યુવકને ઝડપી લીધો હતો.જેસીબી કોનું હતું કોના કહેવાથી કામ થતું હતું તે અંગે પૂછપરછ શ કરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ ઝાંઝરડા ગામે રહેતા અને ઝાંઝરડા ચોકડી પર દુકાન ભાડે રાખી પકોડા ઘૂઘરા અને ફાસ્ટ ફડનું વેચાણ કરતા વેપારી શૈલેષભાઈ ગંગાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં ગઈકાલે સવારે તેના પત્ની અને પુત્રી સાથે દુકાને હતા અને વેપાર કરતા હતા દુકાનની અંદર ગ્રાહકોને બેસાડી બહાર લારીમાં નાસ્તાની ચીજ બનાવતા હતા. સવારે જેસીબી મશીન તેની દુકાન પાસે આવેલ અને ખોદવા લાગેલ થોડીવારમાં જેસીબી નંબર જીજે ૧૧ જી એ ૧૫૬૩  ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં અડી જતા ગેસ નીકળવા માંડો હતો અને ધૂળ કાકરા ઉડા હતા યોત જોતામાં જ ખાડો ખોદેલ તેમાં આગ લાગી હતી અને તેથી રેકડી અને દુકાન અને ચેક પોસ્ટ સળગી ગઈ હતી. આગ લાગતા વિકરાળ પ ધારણ કયુ હતું અને શૈલેષભાઈ આગથી દાઝી ગયા હતા અને તેના પત્ની અને પુત્રીને બચાવવા જતા લોકોએ રોકી લીધા હતા. આગ એટલી ભયંકર હતી કે જેસીબી મશીન પણ બળી ગયું હતું. અને આસપાસની દુકાન અને ત્રણ વાહનો સળગી ગયા હતા. શૈલેષભાઈ ને ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલમાં તેના મિત્રોએ સારવાર માટે ખસેડા હતા. સમગ્ર આગની ઘટનામાં શૈલેષભાઈ ના પત્ની પાબેન અને તેની ત્રણ વર્ષની પુત્રી ભકિત તથા મિત્ર હરેશભાઈ ડોબરીયા ત્રણેય ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. બનાવ અંગે શૈલેષભાઈ એ જેસીબીના ડ્રાઈવર સામે બેદરકારીથી ખોદકામ કરી પાઇપલાઇનમાં ભંગાણ કરતા લાગેલ આગથી ત્રણના મોત થયા હતા યારે બેને ઇજા થઈ હતી જેથી ડ્રાઇવર અને જવાબદારો સામે બેદરકારી અંગે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી. પોલીસે શૈલેષભાઈ ની ફરિયાદ ના આધારે જેસીબીના ડ્રાઇવર સામે સાપરાઘ મનુષ્યવધ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસ દ્રારા જવાબદારો સામે કડક કાર્યવાહી, હતભાગીઓને વળતર આપવા માગ
આગની ઘટના બાદ ત્રણ નિર્દેાષના જીવ જતા સમગ્ર શહેરમાં રોષ ફેલાયો છે.શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યોએ  જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું અને આગ લાગવાની ઘટનામાં તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને મૃતકો તથા ઇજાગ્રસ્તોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી યોગ્ય તપાસ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

જેસીબી કોનું અને કામ કોનું તે અંગે પ્રશ્નાર્થ
જૂનાગઢમાં રસ્તામાં થઈ રહેલ ભાંગફોડમાં મોટાભાગે કોઈપણ સુપરવાઇઝર હોતા નથી. ઝાંઝરડા ચોકડી પાસે પણ જેસીબી ચાલક દ્રારા રસ્તા નું ભંગાણ થતું હતું પરંતુ કોના દ્રારા થતું હતું અને કોના કહેવાથી તે અંગે તત્રં પણ માથું ખંજવાળી રહ્યું છે. જેસીબીના ડ્રાઇવર તો આ દેશનું પાલન કરતો હતો પરંતુ ખરા અર્થમાં આ કાર્ય કોનું હતું અને કોના કહેવાથી કઈ શાખા નું થતું હતું તથા સુપરવાઇઝર વગર જ થતી કામગીરી અંગે પણ કડક પગલા ભરે તેવી પણ માંગ ઉઠી છે.

ટોરેન્ટ ગેસ એજન્સીની બેદરકારી? પદાધિકારીઓને પણ ન ગણકાર્યા
ઝાંઝરડા ચોકડી પર ટોરેન્ટ ગેસ એજન્સીમાં ભંગાણ થયા બાદ આગથી ત્રણ નિર્દેાષના જીવ ગયા હતા. બનાવ બન્યો ત્યારબાદ અડધો કલાક સુધી ટોરેન્ટ ગેસ એજન્સીના કોઈ અધિકારીઓ પણ ફરકયા ન હતા આ ઉપરાંતમેયર ધારાસભ્ય સહિતનાઓ એ પણ અવારનવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યેા પરંતુ ટોરેન્ટ ગેસ એજન્સી ના જવાબદારો દ્રારા કોઈ પણ પ્રત્યુતર અપાયો ન હતો જેથી આગની ઘટના અને ત્રણ ત્રણ મોત થયા છતાં પણ ગેસ એજન્સી ના પેટમાં પાણી હલ્યું ન હતું. ટોરેન્ટ ગેસ એજન્સી એ તો સમગ્ર આગ જેસીબીના ચાલકને કારણે લાગી હોવાનું જણાવી હાથ ઐંચા કર્યા છે પરંતુ ટીંબાવાડી વિસ્તારમાં એક દિવસ પૂર્વે જ સાંજના સમયે ટોરેન્ટ ગેસ એજન્સી ની જ લાઈનમાં લીકેજ થવાની ઘટના બની હતી અગાઉ પણ અવારનવાર આવા બનાવ્યા છે પરંતુ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી ન થતા ગેસ એજન્સીને જાણે કે પીળો પરવાનો મળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

દુર્ઘટનામાં જવાબદાર કોણ? મનપા, ટોરેન્ટ ગેસ એજન્સી, કોન્ટ્રાકટર કે પછી અધિકારી
જુનાગઢ ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ગેસ લાઈનમાં આગ લાગી હતી. આગના કારણે માતા પુત્રી સહિત ત્રણ નિર્દેાષના મોત થતા. સોલંકી પરિવારનો તો માળો વિખાયો હતો. ગંભીર દુર્ઘટનાના ૨૪ કલાક બાદ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી થઈ નથી. ઘટના બાદ મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગેસ એજન્સી સામસામે જવાબદારીની ફેંકા ફેકી કરી રહ્યું છે. જેસીબીના ડ્રાઇવર દ્રારા કોના કહેવાથી રસ્તામાં ભંગાણ કરી રહ્યો હતો ભૂગર્ભ ગટરનું કામ હતું કે વોટર વર્કનું કે પછી ખાનગી કોન્ટ્રાકટર દ્રારા થઈ રહેલ કામ તે અંગે મન્પા હજુ સુધી કોઈ ફોડ પાડી શકતું નથી.બીજી તરફ ટોરેન્ટ ગેસ એજન્સી દ્રારા તોડફોડ પહેલા કોલ બીફોર ડીંગ એપ્લિકેશનમાં નોંધ કરાવી ફરજિયાત છે પરંતુ આવી કોઈ નોંધ થઈ ન હતી. પરંતુ દુર્ઘટના બની તેના એક જ મિનિટના અંતરે ટોરેન્ટ ગેસની કોર્પેારેટ ઓફિસ આવેલી હતી. પરંતુ કોઈ અધિકારીઓ બનાવ સ્થળે સમયસર ફરકયા ન હતા. સમગ્ર અિકાંડના બનાવ બાદ લોકો તો મહાનગરપાલિકાની બેદરકારીને કારણે જ આગ લાગી હોવનો રોષ ઠાલવી રહ્યા છે.
શહેરમાં આડેધડ કેટલી જગ્યાએ રસ્તામાં તોડફોડ અને કામ થઈ રહ્યા છે. મહાનગરપાલિકાને પણ ખ્યાલ નહીં હોય. ચોકડી વિસ્તારમાં થઈ રહેલ રસ્તામાં ભાંગફોડ દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થયાની ઘટનામાં પણ કોના દ્રારા કામ થતું હતું તે હજુ મહાનગરપાલિકાને પણ ધ્યાને આવ્યું નથી. ડ્રાઇવરને કોના કહેવાથી કામ સોપાયું, ઝાંઝરડા ચોકડી ખાતે થઈ રહેલ કામ મહાનગરપાલિકા દ્રારા થઈ રહ્યું હતું કે પછી ખાનગી કોન્ટ્રાકટર દ્રારા મનપા દ્રારા થઈ રહ્યું હતું તો કઈ શાખા અને કોના સુપરવાઇઝર હેઠળ તે તમામ બાબતો હજુ પણ વણ ઉકેલ રહી છે.
અિકાંડની ગંભીર દુર્ઘટના બાદ જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસિયા દ્રારા તપાસના આદેશ કરાયા છે અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્રારા સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. હાલ તો તત્રં દ્રારા કોઇ સામે ગુનો કે કાર્યવાહી થઈ નથી, માત્ર મૃતકના પરિવારને જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવમાં તપાસ અને જેસીબી ચાલકને પૂછપરછ શ કરવામાં આવી છે. બનાવમાં જવાબદારો સામે કાર્યવાહી થશે કે માત્ર કાગળ પર જ પ્રક્રિયા પૂર્ણ થશે તે અંગે લોકોની મીટ મંડાઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application