ગાડુકા ગામમાં વિજ કરન્ટ લાગતા માતા-પુત્રના મૃત્યુથી અરેરાટી

  • December 09, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇલેક્ટ્રીક સગડી પર રસોઈ કરતી વેળાએ બનેલો બનાવ : બચાવવા જતા એકબીજાને વિજશોક ભરખી ગયો


જામનગર તાલુકાના ગાડુકા ગામમાં એક કરુણાજનક કિસ્સો બનતા ભારે અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે, જેમાં વિજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજયા હતા.


જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતી હંસાબા રાઠોડ નામની મહિલા શનિવારે રાત્રે ઘેર ઈલેક્ટ્રીક સગડીમાં રસોઈ બનાવી રહી હતી, જે દરમિયાન તેને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી. આ વેળાએ ઘરમાં હાજર રહેલા 13 વર્ષના પુત્ર દિવ્યરાજસિંહએ પોતાની માતાને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, તેમાં તેને પણ વિજ આંચકો લાગ્યો હતો, અને માતા-પૂત્ર બન્ને બેશુદ્ધ બન્યા હતા. જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં માતા-પુત્ર બંનેના મૃતદેહ જ પહોંચ્યા હતા. જેના કારણે ભારે ગમગીની ફેલાઈ હતી. નાના એવા ગાડુકા ગામમાં માંતા-પુત્ર બંનેના મૃત્યુને લઈને ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.


આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application