BREAKING NEWS

રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકમાંથી ૫૦ અનામત, કત ૨૨ સામાન્ય બેઠક

  • March 30, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને આવેલા અનામતના રોસ્ટરે રાજકીય પક્ષો ઉમેદવારો શોધવા ધંધે લગાડા છે, રાજકોટના ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકમાંથી ૫૦ બેઠક અનામત આવી છે, કત ૨૨ બેઠક સામાન્ય છે. રાજકોટમાં કયા વોર્ડમાં કઇ પ્રકારની અનામત બેઠક આવી છે તેનું વોર્ડવાઇઝ વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે.

વોર્ડ નં.૧
૧૫૦ ફટ રિંગ રોડ ઉપર રૈયા ગામથી ગાંધીગ્રામ અને ઘંટેશ્વર સુધીનો વિશાળ વિસ્તાર ધરાવતા વોર્ડ નં.૧માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય મહિલા અનામત, ત્રીજી બેઠક સામાન્ય પુષ અને ચોથી બેઠક પણ સામાન્ય પુષને ફાળવી છે. આ વોર્ડમાં ગત ટર્મમાં અનામતના રોસ્ટર મુજબ અનુસૂચિત જાતિ ક્રી માટેની અનામત બેઠક હતી જે દૂર થઇ છે, હવે અહીં ઓબીસી ક્રીનું રિઝર્વેશન આવ્યું છે.
વોર્ડ નં.૨
રૈયા રોડ અને એરપોર્ટ રોડ વિસ્તારના વોર્ડ નં.૨માં પહેલી બેઠક અનુસૂચિત જાતિ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષ માટે ફાળવી છે. રાજકોટ મહાપાલિકાની આગામી ૨૦૨૬– ૨૦૩૧ની ટર્મમાં મેયર પદના રોટેશનમાં પહેલા અઢી વર્ષ સામાન્ય પુષ અને બીજા અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ ક્રીનું રોટેશન આવ્યું છે, તેથી રાજકોટના ભાવિ મહિલા મેયર આ વોર્ડમાંથી આવે તેવી સંભાવના છે.
વોર્ડ નં.૩
કેસરી હિન્દ પુલ,બેડીનાકાથી શ કરી માધાપર ગામ સુધીના વિશાળ વોર્ડ નં.૩માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૪
પૂર્વ રાજકોટના ઉપલાકાંઠાના મોરબી રોડ વિસ્તારના વોર્ડ નં.૪માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક સામાન્ય પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૫
પૂર્વ રાજકોટના ઉપલાકાંઠાના કુવાડવા રોડ વિસ્તારના વોર્ડ નં.૫માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૬
પૂર્વ રાજકોટના ઉપલાકાંઠાના સતં કબીર રોડ, પેડક રોડ વિગેરે વિસ્તારને સમાવિષ્ટ્ર કરતા વોર્ડ નં.૬માં પહેલી બેઠક અનુસૂચિત જાતિ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.રાજકોટ મહાપાલિકાની આગામી ૨૦૨૬– ૨૦૩૧ની ટર્મમાં મેયર પદના રોટેશનમાં પહેલા અઢી વર્ષ સામાન્ય પુષ અને બીજા અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ ક્રીનું રોટેશન આવ્યું છે, તેથી રાજકોટના ભાવિ મહિલા મેયર આ વોર્ડમાંથી આવી શકે છે. સમગ્ર શહેરમાં કત વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬માં જ અનુસૂચિત જાતિ ક્રી અનામત બેઠક છે.
વોર્ડ નં.૭
સેન્ટ્રલ રાજકોટના યાજ્ઞિક રોડ, લાખાજીરાજ માર્ગ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતની મુખ્ય બજારોથી ધમધમતા વિસ્તાર વોર્ડ નં.૭માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક અનુસૂચિત આદિ જાતિ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૮
પશ્ચિમ રાજકોટના કાલાવડ રોડ અને અમિન માર્ગ વિસ્તારના વોર્ડ નં.૮માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાતવર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૯
સાધુ વાસવાણી માર્ગ, યુનિવર્સિટી રોડ અને ૧૫૦ ફટ રિંગ રોડ વિસ્તારના વોર્ડ નં.૯માં પહેલી બેઠક પછાતવર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૦
કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નિર્મલા રોડ અને મોટા મવા વિસ્તારના વોર્ડ નં.૧૦માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૧
રાજકોટ શહેરના સૌથી વધુ વસ્તી અને સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતા નાના મવા રોડ, મવડી, ન્યૂ રિંગ રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારો ધરાવતા વોર્ડ નં.૧૧માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૨
મવડી અને વાવડી વિસ્તારના વોર્ડ નં.૧૨માં પહેલી બેઠક સામાન્ય ક્રી, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૩
ગોંડલ રોડ અને મવડી વિસ્તારના વોર્ડ નં.૧૩માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક સામાન્ય પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૪
કેનાલ રોડ, પેલેસ રોડ, ઢેબર રોડ, ૮૦ ફટ રોડ સહિતના વિસ્તારો ધરાવતા વોર્ડ નં.૧૪માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક સામાન્ય પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૫
ભાવનગર રોડ, થોરાળા, દૂધસાગર માર્ગ વિસ્તારના વોર્ડ નં.૧૫માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક પછાતવર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૬
કોઠારીયા રોડ, જંગલેશ્વર સહિતના વિસ્તારના વોર્ડ નં.૧૬માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૭
કોઠારીયા રોડ, ઢેબર રોડ અને હરિ ધવા માર્ગ સહિતના વિસ્તારોના વોર્ડ નં.૧૭માં પહેલી બેઠક સામાન્ય ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક પછાતવર્ગ પુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે.
વોર્ડ નં.૧૮
કોઠારીયા ગામ વિસ્તારના વોર્ડ નં.૧૮માં પહેલી બેઠક પછાત વર્ગ ક્રી અનામત, બીજી બેઠક સામાન્ય ક્રી અનામત, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ અનામત પુષ અને ચોથી બેઠક સામાન્ય પુષને ફાળવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News