રાજકોટમાં કુંભમેળામાંથી પરત આવેલા 147 લોકોમાંથી 13 કોરોના પોઝિટિવ

  • April 20, 2021 02:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળ વચ્ચે કુંભમેળામાં એક્ઠા થયેલા લાખો શ્રધ્ધાળું હવે કોરોનાનો માર ખમી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધતા કુંભ મેળાને સિમ્બોલિક કરી દેવામાં આવો છે અને ત્યાથી પરત ફરતા તમામ લોકો માટે કોરોના ટેસ્ટ તેમજ 15 દિવસનો આઈસોલેશન પિરિયડ ફરજિયાત બનાવવામાં   આવ્યો છે.

 

 

 રાજ્ય સરકારે જાહેર કર્યુ હતુ તે અનુસાર કુંભમેળામાંથી પરત રાજકોટ આવતા લોકોના કોરોના ટેસ્ટ આજે કરવામાં હતા. રાજકોટ રેલવે જંકશન પર આજે સવારે હરિદ્વારથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજે રાજકોટ આવેલા 147 મુસાફરોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામને આઇસોલેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેહરાદુન ઓખા ટ્રેન આજે સવારે રાજકોટ આવી પહોંચી હતી. જેમાં હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS