ઓરીને એક લગ્ન અટેન્ડ કરવાના મળે છે આટલા લાખ રૂપિયા

  • March 16, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓરીને એક લગ્ન અટેન્ડ કરવાના મળે છે 20 લાખ રૂપિયા

ઓરહાન અવાત્રામણીએ જ એક ઈન્ટર્વ્યૂમાં કર્યો ખુલાસો


ઓરહાન અવાત્રામણી જે "ઓરી" નામથી સોશિયલ મીડિયામાં જાણિતો છે તે ફરીવાર ચર્ચામાં આવ્યો છે. અત્યારે તે પોતાની આવકને લઈ ચર્ચામાં આવ્યો છે. ઓરીએ તેની આવકને લઈ ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર તેને લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનાં લાખો રુપિયા મળે છે.

સોશિયલ મીડિયા સ્ટાર "ઓરી" બોલીવૂડ સ્ટાર્સથી લઈ અમિર લોકોની પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ તે જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફન્કશનમાં જોવા મળ્યો હતો. ઓરી માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં પણ અનેક સ્ટાર સાથે પણ અવાર નવાર જોવા મળે છે. પરંતુ અનેક લોકો "ઓરી"ની આવતનાં સ્ત્રોતને લઈ અજાણ હતા. ત્યારે "ઓરી"એ એક ઈન્ટર્વ્યુમાં આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ છે કે તેને એક લગ્નમાં હાજરી આપવાનાં લાખો રૂપિયા મળે છે.


ઓરીએ તાજેતરમાં જ એક ન્યુઝ એજન્સીને ઈન્ટર્વ્યુ આપ્યુ હતું. જ્યાં તેને કહ્યુ હતુ કે તેનો હેતુ હેપ્પીનેસનો મેસેજ ફેલાવવાનો છે. જે તેને લોકો સાથે જોડે છે.  ઈવેન્ટ્સમાં સામેલ થવુ એ જ મારી આવકનો સ્ત્રોત છે. ઓરીએ આ ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ કે લોકો તેને લગ્ન પ્રસંગોમાં બોલાવવાના 15-30 લાખ રુપિયા આપે છે.


ન્યુઝ એજન્સીને ઓરીએ જણાવ્યુ કે,મને પ્રસંગોમાં બોલાવનારા લોકો ઈચ્છે છે કે હુ મહેમાન તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પ્રસંગમાં હાજરી આપું. ઓરીના આ ખુલાસાથી સોશિયલ મીડિયામાં તેના વિષે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં જોવા મળ્યો હતો જ્યાં તેના રીહાના સાથેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.


ઓરીના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક સ્ટાર કીડ્સ સામેલ છે. જેમાં સારા અલી ખાન,અનન્યા પાંડે, જાન્હવી કપૂર,નિસા દેવગન સામેલ છે. આ સિવાય દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ,દિશા પટ્ટની પણ તેના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application