પોરબંદરના આંગણે સાહસિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા જોશીલી અને હોંશીલી ત્રણ-ત્રણ ઇવેન્ટના આયોજન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કરવામાં આવ્યા છે તે અંગેની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી.
શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા ત્રણ સ્પર્ધાઓનું આયોજન
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરનાં આંગણે કોસ્ટલ હાફ મેરાથોન ૨૦૨૪ તારીખ ૧, ડિસેમ્બર, ૨૦૨૪ નાં રોજ યોજવામાં આવશે તેમજ ટ્રાયથોલોન(સ્વિમિંગ, સાયક્લિંગ અને રનીંગ) તારીખ ૪, જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે તેમજ સ્વિમાથોન-૨૦૨૫ તારીખ ૪,૫, જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે. ઉપરોક્ત ઇવેન્ટનું રજીસ્ટ્રેશન ઓનલાઇન તથા ઓફલાઇન ચાલુ થઇ ગયું છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ તેમજ ડાઉનલોડ શ્રી રામ સી સ્વીમીંગ કલબ એપ્લીકેશન ફ્રોમ પ્લે સ્ટોર/એપસ્ટોર પરથી કરી શકશે. કોસ્ટલ હાફ મેરાથોનનાં રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૪/૧૧/૨૦૨૪ છે તથા ટ્રાયથોલન તેમજ સ્વિમાથોન-૨૦૨૫ નું રજીસ્ટ્રેશન પણ શરુ થઇ ગયુ છે.
હાફ મેરાથોન ૨૦૨૪નું આયોજન
તારીખ ૦૧, ડિસેમ્બર, ૨૦૨૪ ને રવિવારનાં રોજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં ૨ કી.મી. કિડ્સ રન, ૫ કી.મી. ફન રન( ચાલવાનુ ), ૫ કી.મી. સ્માર્ટ રન (સ્પાર્ધાત્મક), ૧૦ કી.મી.ફિટનેશ રન (સ્પર્ધાત્મક), ૨૧ કી.મી. હાફ મેરાથોન (સ્પાર્ધાત્મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે. આ સ્પર્ધામાં પોરબંદર શહેરનાં નગરજનો પણ ખુબ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે. આ મેરાથોનનો ટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભીથી બિરલા ઇન્દિરાનગર થી ઓડદર થઇને પરત બિરલા ઇન્દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઇ પેરેડાઇઝ ફૂવારા થી કલેકટર બંગલોથી કનકાઇ મંદિરવાળા ગેઇટ થી ચોપાટી થઇને હાથી વાળા ગ્રાઉન્ડમાં પરતનો ૨૧ કી.મી. માટેનો રહેશે તેમજ ૧૦ કી.મી.વાળા દોડવીરોએ ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ ૨ કી.મી.નો ટ હાથીવાળા ગ્રાઉન્ડથી કનકાઇ માતાજીનાં મંદિર થઇ ચોપાટીથઇને હાથીવાળા ગ્રાઉન્ડે પરત આવવાનો રહેશે.આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરો નું ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે અને તેઓ ઉપર મુજબનાં ટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે.દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ એક્સ્ટ્રીમ ફિટનેશ કેર(કેતનભાઇ કોટીયા)ની ટીમ દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવશે. ટ ઉપર દર ૨ (બે) કી.મી.એ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, એનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર પોરબંદર છાંયા નગરપાલીકા, પોરબંદર પોલીસ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ ઓફ પોરબંદરતેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ -પોરબંદર, આરોગ્ય વિભાગ- પોરબંદર તથા ૧૦૮ ઇમરજન્સી- ટીમ સેવા પુરી પાડવામાં આવશે.પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ મેરાથોનનાં દોડવીરોની સલામતી માટે ખુબ સુંદર ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબનાં સ્પોર્ટસ પ્રોગ્રામ યોજવા માટે હરિઓમ આશ્રમ પુ.મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમીકલસ લી. નીરમા ગૃપ, બી એન્ડ એસ.કેપિટલ( ભરતભાઇ હીરજીભાઇ ઠકરાર, યુ.કે), તેમજ અન્ય દાતાઓ તરફથી સહયોગ મળતો રહે છે. ભાગ લેનાર દોડવીરોને તા.૩૦-૧૧-૨૦૨૪ ને શનિવારનાં રોજ તેમની કીટમાં બીબ, ચેસ્ટ નંબરસાથે આગલા દિવસે આપી દેવામાં આવશે. દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે તેમજ વિજેતાઓને માટે આશરે ૨.૦૦ (બે લાખ) ના ઇનામો રાખવામા આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, ઇ-સર્ટીફીકેટ અને ફનરન સીવાય ના તમામ દોડવીરો માટે મેડલ તથા ઇ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.
આ ઇવેન્ટમાં રાહુલભાઇ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન, પુણે (આર.એફ.આઇ.ડી.) ની ડીજીટલ ટાઇમીંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રીઝલ્ટ શીટ તૈયાર થશે.આ ઇવેન્ટને સફળ બનાવવા દોડવીરોને એક મહિનાથી ચોપાટી ખાતે તણભાઇ ગોહેલ(એક્ષ. નેવી ઓફીસર) એ ખુબ સુંદર તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે. આ મેરાથોનમાં ભાગ લેનારની મેડીકલ સલામતી માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત રહેશે.દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. જે લોકોનું રજીસ્ટ્રેશન બાકી હોય તેઓએ ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન વહેલાસર કરાવી લેવા જણાવવામાં આવે છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે આ મેરાથોન નિહાળવા તથા ભાગ લેવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
ટ્રાયથોલોન - ૨૦૨૫નું આયોજન
પોરબંદરનાં આંગણે પ્રથમ વખત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા ટ્રાયથોલોન-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વીમીંગ, સાઇકલીંગ અને રનીંગનો ત્રિવેણી સંગમ રચાશે.જે ઇવેન્ટ વધારે પડતી ગોવા અને મુંબઇ જેવા શહેરોમાં યોજાઇ છે તે હવે આપણા પોરબંદરનાં આંગણે તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૫ ને શનિવારનાં રોજ સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી યોજાશે. જેમાં સુપર સ્પ્રીન્ટ ટ્રાઇથોલોનમાં ૩૦૦ મીટર સ્વીમીંગ, ૧૦ કિ.મી. સાયકલીંગ અને અઢી કિ.મી. રનીંગ યોજાશે તો સ્પ્રીન્ટ ટ્રાયથોલોનમાં ૭૫૦ મીટર સ્વીમીંગ, ૨૦ કિ.મી. સાયકલીંગ અને ૫ કિ.મી. રન યોજાશે. સ્ટાન્ડર્ડ ટ્રાયથોલોનમાં ૧૫૦૦ મીટર સ્વીમીંગ, ૪૦ કિ.મી. સાયકલીંગ અને ૧૦ કિ.મી. રનીંગ યોજાશે. આ ટ્રાયથોલોન સુરતનાં પુજા ચૌઋષી નાં માર્ગદર્શન હેઠળ યોજાશે.પુજા ચૌઋષી કે જેઓ ઇન્ટરનેશનલ ટ્રાયથોલોન યુનીયન લેવલ-ર ટ્રાયથોલોન કોચ, વર્લ્ડ ટોપ ફાઇવ હાઇ પર્ફોમન્સ ફિમેલ કોચ , સિલેક્ટેડ બાય ઇન્ટરનેશનલ ઓલ્મપિક કમિટી એટ ઇન્ટરનેશનલ ટ્રાયથોલોન યુનીયન, તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સાઉથ એશીયન ટ્રાયથોલોન એશોસીએશન. માર્ગદર્શન આપશે. ઉપર મુજબની ટ્રાયથોલોનની ત્રણ ઇવેન્ટ પોરબંદરનાં આંગણે યોજવામાં આવશે.
સ્વિમાથોન ૨૦૨૫નું આયોજન
દર વર્ષની જેમા આ વર્ષે પણ સ્વિમાથોન ૨૦૨૫ નું આયોજન જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં તા.૪,૫ જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવા જઇ રહી છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય અને આ વર્ષે પણ તા. ૪ અને ૫ જાન્યુઆરી, ૨૦૨૪ ને શનિવાર- રવિવારે નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદરના આંગણે થઇ રહ્યુ છે, જેમાં ભારત ભરમાંથી તરવૈયા સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાશે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા ૧. કી.મી., ૨.કી.મી., ૫.કી.મી, ૧૦.કી.મી.ની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ ૬-૧૦, ૧૦-૧૪, ૧૪-૩૦, ૩૦-૪૫ અને ૪૫ થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધા યોજવા માટે હરી ઓમ આશ્રમ પુ.મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમીકલ્સ,લી નિરમા ગૃપ, બી.એન્ડ એસ.કેપિટલ(ભરતભાઇ હીરજીભાઇ ઠકરાર, યુ.કે.) તેમજ અન્ય દાતાઓનાં સહયોગ દ્વારા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર કોમ્પિટિશન યોજે છે.
આ કોમ્પિટિશન ઓપન સી માં હોવાથી રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર-છાંયા નગરપાલીકા, એસ.એસ.બી., મરીન પોલીસ તેમજ પોરબંદર માચ્છીમારી સમાજનાં પીલાણા બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોયા, લાઇફ જાકીટ, પુરા પાડીને રેસ્ક્યુની કામગીરીમાં ખુબ સારો સહકાર મળી રહે છે. તેમજ ૧૦ જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. તદુપરાંત મેડીકલ સહકાર માટે સીવીલ હોસ્પિટલ, પોરબંદર, આરોગ્ય વિભાગ, પોરબંદર તથા ૧૦૮ની સેવા મળી રહેશે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન કરવામાં બહોળો અનુભવ અને નિપુણતા ધરાવે છે. આ કોમ્પિટિશન ૨-દિવસ યોજવામાં આવશે. જેમાં શનિવાર તા.૦૪/૦૧/૨૦૨૫ નાં રોજ બપોરના ૧૨ -૧૫ કલાકથી સ્પર્ધા શરૂ થશે તે દિવસે ૨.કી.મી, ૧૦.કી.મી. રેગ્યુલર તથા દિવ્યાંગો(પેરા સ્વિમર)ની ૫.કી.મી.ની સ્પર્ધા યોજાશે તેમજ તા.૦૫/૦૧/૨૦૨૫ના રવિવારનાં રોજ સવારે ૦૬-૩૦ કલાકથી ૧.કી.મી. અને ૫.કી.મી.ની ઉંમર વાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા થશે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઉપરોક્ત તમામ સ્પર્ધાની પુર જોશમાં તૈયારીઓ શ કરી દેવામાં આવેલ છે. ક્લબના તમામ સભ્યોએ અલગ અલગ પ્રકાર ની કામગીરીની જવાબદારીઓ સંભાળેલ છે. ક્લબનાં સભ્યો દ્વારા ઉત્સાહથી સૌ સાથે મળીને એક ટીમ વર્કથી કામગીરી કરીને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે હમેંશા તત્પર અને પ્રયત્નશીલ રહે છે.
ઉપરોક્ત તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા તથા નિહાળવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech