જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખાનગી આયોજકો દ્વારા લોકમેળાના આયોજન કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે આવું આયોજન પ્રમાણમાં સહેલું નહીં હોય. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રાઇડ તૂટી પડવાની બનેલી ઘટના પછી હાઇકોર્ટે રાઇડ કમિટીની રચના કરી છે અને ખાનગી મેળાના આયોજકોએ પણ હાઇકોર્ટના આદેશ મુજબ આ કમિટી પાસેથી રાઈડ માટે ફીટનેસ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે જાહેર કાર્યક્રમો અને આયોજનોમાં લોકોની સલામતી માટે શું કાર્યવાહી કરવી જોઈએ તે સંદર્ભે હાઇકોર્ટે અલગ અલગ ચુકાદાઓ અને દિશા નિર્દેશ આપ્યા છે. તે તમામનું પણ ખાનગી મેળાના આયોજકોએ પાલન કરવું પડશે. અત્યાર સુધી રાજકોટમાં ખેતીલાયક જમીનને કામ ચલાવ ધોરણે રહેણાંકના હેતુ માટે બિન ખેતીમાં તબદિલ કરી ત્યાં મેળા યોજવામાં આવતા હોય છે. પરંતુ આવું નહીં થઈ શકે તેવી સ્પષ્ટ વાત જિલ્લા કલેકટરે આજે કરી હતી. તેમણે જણાવ્યું હતું તે જે હેતુ માટે બિનખેતી કરવાની હશે તે હેતું સ્પષ્ટ જણાવવું પડશે અને તે સિવાયના કોઈ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ કરવા દેવાશે નહીં. ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી લોકોની સલામતી માટે સરકારી તંત્ર વધુ કડક બન્યું છે અને આવા કડક ધોરણના કારણે આગામી દિવસોમાં ખાનગી મેળાના આયોજનને અસર પડે તેવી પણ શકયતા નકારતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech